જૂનાગઢ : જે પ્રકારે કોરોના વાઇરસ હાહાકાર મચાવી રહ્યો છે. તેને લઈને હવે જૂનાગઢમાં ખાનગી મોલ સંચાલકો વધુ જાગૃત બન્યા છે. અહીં આવતા દરેક ગ્રાહક માટે સામાજિક અંતર ફરજિયાત બનાવવામાં આવ્યું છે. તેમજ શોપિંગ મૉલમાં એક સાથે બે વ્યક્તિને જવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રિલાયન્સ મોલના આ નિર્ણયથી સંભવિત કોરોના વાઇરસને જૂનાગઢમાં પ્રવેશવા માટે નો એન્ટ્રી સમુ બની રહેશે.
જે સમયે એક વ્યક્તિ મોલમાં ખરીદી કરી રહ્યો હોય છે, ત્યારે અન્ય કોઈપણ વ્યક્તિને મોલમાં પ્રવેશ કરવા દેવામાં આવતો નથી. આવી ચોકસાઈ જો દરેક વ્યક્તિ પોતાની સામાજિક જવાબદારી સમજીને નિભાવે તો ભારતમાંથી કોરોના વાઇરસને દૂર કરવા માટે ખૂબ જ મદદ મળી શકે છે.