જૂનાગઢઃ કોરોના વાઈરસનો ખતરો હવે દિવસે અને દિવસે સતત વધી રહ્યો છે તેને લઈને જુનાગઢ જિલ્લામાં મજૂરી કામ કરવા માટે અન્ય પ્રાંતમાંથી આવતા મજૂરો હવે પોતાના વતન ભણી પગપાળાં જવાનો આરંભ કરી રહ્યા છે.
રાજસ્થાનમાંથી જૂનાગઢ જિલ્લામાં આ મજૂરો મજૂરી કામ કરવા માટે આવ્યા હતા. પરંતુ કોરોના વાયરસનો ખતરો વધતા આવા મજૂરો હવે તેમના વતન ભણી પગપાળા જવા માટે રવાના થઇ રહ્યા છે ત્યારે આવા મજૂરોને migrate થતાં અટકાવવા અને જે તે જિલ્લામાં તેમની વ્યવસ્થા કરવામાં આવે તો મજૂરોનું આ પ્રકારનું સ્થળાંતર હાલ પૂરતું અટકાવી શકાય તેમ છે.
તેમજ આ યુવાનો તેમના પરિવારને મળી શકે તે માટે સરકાર અને વ્યવસ્થા તંત્રને આદીવાસી સમાજના લોકો રજૂઆત કરીને કોઈ વાહન વ્યવસ્થા દ્વારા આ તમામ 18 યુવાન મજૂરોને તેમના વતન રાજસ્થાનના બાંસવાડા સુધી મોકલવામાં આવે તેવી વિનંતી પણ સરકાર સમક્ષ આદિવાસી સમાજના અગ્રણીઓએ કરી છે