જૂનાગઢઃ ઇટીવી ભારતની સચોટ ખબર અંતે અંતે વન વિભાગે સિંહોની વસ્તી ગણતરી કોરોનાના વધતા જતા ખતરાને કારણે રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે. આમ, એક બાદ એક આકરા નિર્ણયો કરવાની સરકારોને ફરજ પડી રહી છે. જેમાં ગીરના સિંહોની દર 5 વર્ષે કરવામાં આવતી વસ્તી ગણતરતી પણ કોરોનાઅને કારણે અનિચ્છીત સમય માટે સ્થગિત કરવામાં આવી છે. જે આગામી વર્ષે કરવામાં આવે તેવી શક્યતાઓ પણ જોવાઈ રહી છે.
કોરોનાની અસરઃ દર 5 વર્ષે થતી સિંહોની વસ્તી ગણતરી સ્થગિત કરાઈ ઈટીવી ભારતે ગત ત્રીજી તારીખે સિંહોની વસ્તી ગણતરી સ્થાગિત કરવામાં આવશે, તેવી સચોટ ખબર આપી હતી. જેની આજે વન વિભાગે પણ મંજૂરીની મહોર મારી હોય તેમ ગણતરી રદ્દ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોનાના કહેરને કારણે એક બાદ એક કઠોર નિર્ણય સરકારો દ્વારા કરવામાં આવી રહ્યાં છે. જેમાં વધુ એક નિર્ણય કરવામાં આવ્યો છે, દર 5 વર્ષે ગીર અને આસપાસના જંગલ વિસ્તારમાં સિંહોની વસ્તી ગણતરી કરવામાં આવતી હોય છે. છેલ્લે વર્ષ 2015માં સિંહોની વસ્તી ગણતરી કરવામાં આવી હતી. જેમાં 532 જેટલા સિંહો જોવા મળ્યા હતા, ત્યારે વર્ષ 2020માં ફરીથી ગણતરી કરવામાં આવનાર હતી. જે કોરોનાના કહેરની વચ્ચે સ્થગિત કરવામાં આવી છે.
કોરોનાની અસરઃ દર 5 વર્ષે થતી સિંહોની વસ્તી ગણતરી સ્થગિત કરાઈ કોરોનાની અસરઃ દર 5 વર્ષે થતી સિંહોની વસ્તી ગણતરી સ્થગિત કરાઈ દર 5 વર્ષે મે મહિનામાં સિંહોની વસ્તી ગણતરી કરવામાં આવતી હોય છે. આ વર્ષે પણ મે મહિનામાં ગણતરી કરવામાં આવનાર હતી. જેને લઈને રાજ્યના વન વિભાગ દ્વારા તમામ તૈયારીઓમને આખરી ઓપ પણ આપી દેવામાં આવ્યો હતો, પરંતુ કોરોના કારણે હાલ પૂરતી તેને સ્થગિત કરવામાં આવી હોવાનો નિર્ણય વન વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. જે સંભવિત આગામી વર્ષ 2021ના મે મહિનામાં કરવામાં આવે તેવી પણ પુરી શક્યતાઓ છે.