- કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ રાજીવ સાતવ ને આપી શ્રદ્ધાંજલિ
- રાજીવ સાતવનું નિધન કોંગ્રેસ માટે મોટી ખોટ સમાન - ધાનાણી
- પરેશ ધાનાણીએ સાતવ ને શ્રદ્ધાંજલિ આપી પરિવારને દુખ સહન કરવાની શક્તિ માટે કરી પ્રાર્થના
જૂનાગઢ : કોરોના સંક્રમણ સામે ગત કેટલાક સમયથી ઝઝૂમી રહેલા ગુજરાત કોંગ્રેસના પ્રભારી અને રાજ્યસભાના સાંસદ રાજીવ સાતવનું રવિવારના રોજ કોરોના સંક્રમણને કારણે નિધન થયું છે, ત્યારે જૂનાગઢ આવેલા કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ રાજીવ સાતવના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું હતું. સાતવ પરિવારને ભગવાન દુઃખ સહન કરવાની શક્તિ આપે, તે માટે પ્રાર્થના કરી હતી. કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ રાજીવ સાતવના નિધન પર દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ગુજરાત કોંગ્રેસની સાથે રાષ્ટ્રીય કોંગ્રેસને પણ રાજીવ સાતવના અવસાનથી ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. કોંગ્રેસમાં યુવા નેતૃત્વમાં રાજીવ સાતવ પ્રથમ હરોળના નેતા ગણાતા હતા.
આ પણ વાંચો - કોરોના વાઈરસથી સંક્રમિત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવનું નિધન
રાજીવ સાતવે યુવક કોંગ્રેસ થી લઈને ગુજરાત કોંગ્રેસના પ્રભારી સુધીની જવાબદારીઓ નિભાવી છે
રાજ્યસભાના સાંસદ રાજીવ સાતવ ગુજરાત પ્રભારી ની પણ પાછલા કેટલાક વર્ષથી જવાબદારી નિભાવી રહ્યા હતા તેમની નેતૃત્વમાં ગુજરાત કોંગ્રેસે પાછલી ચૂંટણીઓમાં પણ ખૂબ સારો દેખાવ કર્યો હતો ગત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓમાં પણ રાજીવ સાતવ પ્રભારી હતા અને ગુજરાતમાં કોંગ્રેસના ઉજ્વળ દેખાવ માટે તેમની રણનીતિ જવાબદાર માનવામાં આવતી હતી યુવક કોંગ્રેસ થી રાજનીતિ શરૂ કરનાર રાજીવ સાતવ રાષ્ટ્રીય અધ્યક્ષ પણ બન્યા હતા અને રાજકારણમાં ખૂબ ઊંડી વિચાર શક્તિ ધરાવવાને કારણે તેઓ મહારાષ્ટ્ર માંથી રાજ્યસભાના સાંસદ તરીકે પણ ચૂંટાઈ આવ્યા હતા ત્યાર બાદ તેમને ગુજરાતના સહપ્રભારી અને ત્યારબાદ અશોક ગહેલોત રાજસ્થાન રાજ્યના મુખ્યપ્રધાન બન્યા બાદ સાતવ ને ગુજરાતના સ્વતંત્ર પ્રભારી પણ કોંગ્રેસે બનાવ્યા હતા ત્યારે આવા રણનીતિકાર નું કોરોના સંક્રમણને કારણે અવસાન થતાં પરેશ ધાનાણીએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી કરી હતી.
આ પણ વાંચો - ભાવનગર શહેર ભાજપ પ્રમુખ પોઝિટિવ, ટ્વીટ કરી સંપર્કમાં આવેલાને રિપોર્ટ કરાવવા અપીલ કરી