ETV Bharat / state

કેશોદની પાલિકાએ પ્રિમોન્સૂન ગ્રાન્ટની ઉધારી કામગીરી ન કરી હોવાનો આક્ષેપ

જુનાગઢઃ જિલ્લાના કેશોદમાં નગરપાલિકા દ્વારા પ્રિમોન્સૂન કામગીરી કરવામાં આવી નથી. જેના કારણે પાલિકા પર પ્રિમોન્સૂન ગ્રાન્ટની ઉધારી કામગીરી ન કરતી હોવાના ગંભીર આક્ષેપો થઇ રહ્યાં છે. આ ઉપરાંત કેશોદના તળાવો અને રસ્તાઓ ગંદકીથી ખદબદી રહ્યું છે ત્યારે તંત્ર આવનારી સમસ્યા સામે આંખ આડા કાન કરી રહ્યું હોવાનું પણ રહીશો આક્રોશપૂર્વક જણાવી રહ્યા છે.

કેશોદની પાલિકાએ પ્રિમોન્સૂન ગ્રાન્ટની ઉધારી કામગીરી ન કરી હોવાનો આક્ષેપ
author img

By

Published : Jun 3, 2019, 7:26 AM IST

ચોમાસાને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે, ત્યારે કેશોદ શહેરના અનેક વિસ્તારોનાં નદી નાળા અને તળાવમાં ગંદકીનો ભરમાર જોવા મળી રહ્યો છે ત્યારે, તંત્ર દ્વારા પ્રિમોન્સૂન કામગીરી અર્થે કોઇ પગલાં લેવામાં આવ્યા નથી. જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકો આક્રોશ ઠાલવાતાં જણાવે છે કે,"આ પહેલાં પણ પાલિકાએ પ્રિમોન્સૂન કામગીરીને લઇને બેદરકારી દાખવી હતી ત્યારે, કેશોદ શહેરીજનોને જાતે જ સર્કીટ હાઉસ પાછળ રેલ્વેનાં પુલ પાસે તળાવ બનાવવાની ફરજ પડી હતી. થોડા સમય પછી તંત્ર દ્વારા એ તળાવની દિવાલને તોડી નાખવામાં આવી હતી. વળી, નગરપાલિકા આ તળાવને ઉંડુ કરવાને બદલે માટી નાંખી પૂરી દેવાનો પ્રયાસ કરી કરી રહી છે.

હાલ, આ તળાવ કચરાથી ખદબદી રહ્યું છે ત્યારે, તંત્ર બેજવાબદારી ભર્યુ વલણ દાખવી રહ્યું છે. કેશોદના નિલકંઠ મહાદેવ મંદિર નજીક શહીદ હરેન્દ્રગીરી સમાધિના સ્થળ, સ્મશાન રોડ ,ટીલોળી નદી કાંઠા સહિત અનેક વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ત્યારે, કેશોદનું લબાડ તંત્ર ઘોર નિંદ્રામાં જોવા મળી છે. એટલે નગરપાલિકા પ્રિમોનસૂનની ગ્રાન્ટનો ઉધારી કામગીરી ન કરી હોવાના આક્ષેપો સ્થાનિકો કરી રહ્યાં છે.

આ બાબતે શહેર કોંગ્રેસ પ્રમુખ સમીર પાંચાણી પાલિકા પર આક્ષેપ કરતા જણાવે છે કે, નદીઓમાં ગંદકીની સફાઈ કરવામાં આવતી ન હોવાથી રોગચાળો ફેલાઇ રહ્યો છે. તો ચોમાસું પણ નજીક છે. માટે નગરપાલિકા દ્વારા વહેલી તકે પ્રિમોનસુનની કામગીરી હાથ ધરવામાં આવે અને નદી-નાળાની સફાઈ કરવાની વિનંતી કરું છું. આગળ વાત કરતા સમીર પાંચાણીએ કહ્યું કે, કેશોદના શહેરી વિસ્તારમાં આઠ મહિનાથી રોડનાં કામોની ગ્રાન્ટ લેવામાં આવી હતી. ટેન્ડરના ભાવ આપી ટેન્ડરો પણ મંજૂર કરવામાં આવ્યા છે છતાં ,આજ સુધી રોડનાં કામો શરૂ કરવામાં આવ્યાં નથી. શહેરભરમાં જુદાં-જુદાં વિસ્તારોમાં પચાસ જેટલાં રોડ પરથી શહેરીજનોને ચોમાસામાં પસાર થવું અઘરું થઇ પડે છે. માટે સ્થાનિકોની સમસ્યાને ધ્યાનમાં લઇને વહેલામાં વહેલી તકે પ્રિમોન્સૂન કામગીરી કરવા પાલિકાને રહીશો વતી માંગ કરું છું.

એકર - 
જુનાગઢ કેશોદ નગરપાલિકા દ્વારા પ્રિમોનનસુનની ગ્રાન્ટ ઉધારી કામગીરી ન થતી હોવાનો આક્ષેપ 
ચોમાસાના ગણતરીના દિવસો બાકી હોય ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં નદી નાળા તળાવમાં ગંદકી કચરો દુર કરવા પ્રિમોનસુન કામગીરી ક્યારે હાથ ધરવામાં આવશે 
કેશોદ શહેરીજનો દ્વારા શ્રમયજ્ઞ કરી વર્ષો પહેલાં સર્કીટ હાઉસ પાછળ રેલ્વેનાં પુલ પાસે તળાવ બનાવવામાં આવ્યું હતું જે તળાવની દિવાલ તંત્ર દ્વારા તોડી નાખવામાં આવી છે અને નગરપાલિપાલકા દ્વારા આ તળાવ ઉંડુ કરવાને બદલે માટી નાખી તળાવ બુરી દેવાનો પ્રયાસ કરી કરવામાં આવી રહ્યો છે હાલમાં તળાવ કચરા અને ગંદકીથી ખદબદી રહ્યું છે કેશોદ રેલ્વે ફાટક. ઓવરબ્રિજ કે અંડરબરીજ બનાવવાનો પ્રશ્ન દાયકાઓથી અદ્ધરતાલછે દિવસભરમાં વિસથી વધું વખત રેલ્વે ફાટક બંધ થતું હોવાથી વાહનચાલકો તળાવની બાજુમા આવેલ રેલ્વે પુલ નીચેથી પસાર થાયછે જ્યાં પણ બારેમાસ કિચડ અને ગંદકી રહેતી હોવાથી વાહનચાલકો પરેશાની ભોગવી રહ્યા છે 
બાઈટ - પંકજભાઈ પાઘડાર(શહેરીજનો) 
કેશોદના નિલકંઠ મહાદેવ મંદિર નજીક શહીદ હરેન્દ્રગીરી સમાધી સ્થળ તથા સ્મશાન રોડ સહિતના ટીલોળી નદી કાંઠા 
વિસ્તારોમાં ગંદકી કચરાનાં ઢગલાં જોવાં મળી રહ્યાછે નગરપાલિપાલકા દ્વારા પ્રિમોનસુનની ગ્રાન્ટ ઉધારી દેવામાં આવેછે પણ કામગીરી કરવામાં આવતી નથી તેવો શહેર કોંગ્રેસ પ્રમુખ સમીર પાંચાણીએ આક્ષેપ કર્યો છે અને જણાવ્યું હતું કે જે નદીઓમાં કચરો અને ગંદકીછે જેની સફાઈ કરવામાં આવતી ન હોવાથી રોગચાળો ફેલાવાની પણ શક્યતા છે અને હાલમાં ચોમાસાના ગણતરીના દિવસો બાકી રહ્યા હોય ત્યારે નગરપાલિપાલકા દ્વારા વહેલી તકે પ્રિમોનસુનની કામગીરી હાથ ધરી નદી નાળાની સફાઈ કરવામાં આવે તેવી માંગણી કરી છે 
બાઈટ - સમીર પાંચાણી (શહેર કોંગ્રેસ પ્રમુખ) 
કેશોદના શહેરી વિસ્તારમાં આઠ મહિના થી રોડનાં કામોની ગ્રાન્ટ લેવામાં આવી હતી ટેન્ડરના ભાવ આપી ટેન્ડરો પણ મંજૂર કરવામાં આવ્યા છે છતાં આજ સુધી રોડનાં કામો શરૂ કરવામાં આવયા નથી શહેરભરમાં જુદાં જુદાં વિસ્તારોમાં પચ્ચાસ જેટલાં રોડમા શહેરીજનોને ચોમાસામાં પસાર થવું અસહ્ય બનશે તે પહેલાં રોડની કામગીરી પુર્ણ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે સંજય વ્યાસ જુનાગઢ

બાઈટ - સમીર પાંચાણી ( શહેર કોંગ્રેસ પ્રમુખ) 

વિજયુલ ftp.  GJ 01 jnd rular  02 =06=2019   keshod pri monsun નામના ફોલ્ડરમાં
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.