ETV Bharat / state

CM Bhupendra Patel In Junagadh: સીએમ ભુપેન્દ્ર પટેલની જૂનાગઢ ખાતે પૂર અને અતિવૃષ્ટિને લઈને રીવ્યુ બેઠક, સ્થાનિક ધારાસભ્યોને ન બોલાવતા વિવાદ - controversy over not calling local MLAs

પૂર અને અતિવૃષ્ટિ અસરગ્રસ્ત વિસ્તારના ધારાસભ્યોને બોલાવ્યા વગર મુખ્યપ્રધાને રીવ્યુ બેઠક કરી હતી. હવે આ મામલે વિવાદ સામે આવ્યો છે. સ્થાનિક ધારાસભ્યોએ આરોપ લગાવ્યો છે કે લોક પ્રતિનિધિ હોવા છતાં મિટિંગમાં ન બોલાવવામાં આવે તો પ્રજાના પ્રશ્નો કેવી રીતે સીએમ સુધી પહોંચશે.

cm-bhupendra-patels-review-meeting-on-flood-and-heavy-rain-at-junagadh-controversy-over-not-calling-local-mlas

author img

By

Published : Jul 21, 2023, 4:33 PM IST

જૂનાગઢ: મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ આજે જૂનાગઢ, સોમનાથ અને રાજકોટ જિલ્લાના પુર અસરગ્રસ્ત વિસ્તારનું હવાઈ નિરીક્ષણ કરીને જુનાગઢ ખાતે સમીક્ષા બેઠક કરી રહ્યા છે. જેમાં અતિવૃષ્ટિ પ્રભાવિત વિસાવદર અને પુર ગ્રસ્ત માણાવદરના સ્થાનિક ધારાસભ્યને બેઠકમાં આવવાને લઈને કોઈપણ પ્રકારની સૂચના કે દિશા નિર્દેશો મળ્યા ન હતા. માણાવદર અને વિસાવદર વિધાનસભાના સ્થાનિક ધારાસભ્યને વિસ્તારની સમસ્યા અને લોક પ્રશ્નોને રજૂઆત માટે આવવા માટેની કોઈ સૂચના નહીં મળતા બંને ધારાસભ્યો અરવિંદ લાડાણી અને ભુપત ભાયાણીએ રોષ વ્યક્ત કર્યો છે.

રીવ્યુ બેઠક મહત્વની: રાજ્યના મુખ્યમંત્રીની સાથે મુખ્ય સચિવ તેમજ અગ્ર મહેસૂલ સચિવ આજે જ્યારે પુર અસરગ્રસ્ત વિસ્તારની સાથે અતિવૃષ્ટિ ગ્રસ્ત જુનાગઢ સોમનાથ અને રાજકોટ જિલ્લાના વિસ્તારોનુ હવાઈ નિરીક્ષણ કરવા માટે આવ્યા હતા. આ બેઠકને સમગ્ર વિસ્તાર અને ત્રણેય જિલ્લાઓ માટે ખૂબ મહત્વની માનવામાં આવતી હતી. આવી મહત્વની બેઠકમાં પુર અસરગ્રસ્ત ઘેડ વિસ્તારનું લોકપ્રતિ પ્રતિનિધિત્વ કરનાર માણાવદરના કોંગ્રેસના ધારાસભ્ય અરવિંદ લાડાણી અને જૂનાગઢ જિલ્લાના અતિવૃષ્ટિ ગ્રસ્ત વિસાવદર વિસ્તારનુ પ્રતિનિધિ કરનાર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભુપત ભાયાણીને બેઠકથી દૂર રાખવામાં આવ્યા હતા. જેને કારણે આ વિસ્તારની સ્થાનિક ધારાસભ્ય મુખ્યમંત્રીની સાથે રાજ્યના ઉચ્ચ અધિકારી સમક્ષ રાખી શક્યા ન હતા.

'મુખ્યમંત્રી જ્યારે પૂર અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરવા માટે આવતા હોય ત્યારે સ્થાનિક ધારાસભ્યને તેમની રજૂઆત અને સ્થાનિક સમસ્યાને લઈને વિગતો રજુ કરવા માટે સૌથી પહેલી તક આપવી જોઈએ પરંતુ વહીવટી તંત્ર અને સ્થાનિક રાજકારણની ઓછી નીતિને કારણે અતિવૃષ્ટિ પુર અસરગ્રસ્ત ધેડ વિસ્તારના ધારાસભ્યને બેઠકમાં હાજર રહેવાથી દુર રાખવામાં આવ્યા છે.' -અરવિંદ લાડાણી, ધારાસભ્ય

ભુપત ભાયાણીની પ્રતિક્રિયા: વિસાવદરના અતિવૃષ્ટિ ગ્રસ્ત વિસ્તારો માટે સ્થાનિક ધારાસભ્ય ભુપત ભાયાણીએ અગાઉ મુખ્યમંત્રીને અનેક વખત રજૂઆતો કરી છે. અતિવૃષ્ટિ ગ્રસ્ત વિસાવદર તાલુકાના ખેડૂતો અને શહેરીજનોની સમસ્યા અને તેમના પ્રશ્નોને રાજ્યના ઉચ્ચ અધિકારીઓની સાથે મુખ્યમંત્રી સમક્ષ રાખવાની આજે તક હતી પરંતુ તેમને પણ આ બેઠકમાં હાજર રહેવાને લઈને કોઈ પણ પ્રકારની સૂચનાઓ આપવામાં આવી નથી. જેને કારણે તેઓ પણ વિસાવદર પંથકની અતિવૃષ્ટિ ગ્રસ્ત વિસ્તારની લોક સમસ્યાઓને રજૂ કરી શક્યા નથી આ ખૂબ જ દુઃખદ ઘટના છે.

  1. Gandhinagar News: સ્થાનિક સ્વરાજ્યની પેટા ચૂંટણીને લઈને ભાજપની પાર્લામેન્ટરી બેઠક મળી, 21 જુલાઈએ જાહેર કરશે ઉમેદવારો
  2. Gandhinagar News: કન્જેક્ટિવાઇટિસ રોગથી ગભરાવવા નહીં પરંતુ સાવચેતી રાખવાની જરૂર- આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.