- બાળ લગ્નની માહિતી મળતાં જિલ્લા સમાજ સુરક્ષા અને બાળ અધિકાર અધિકારીઓની ટીમે કરી તપાસ
- સમાજ સુરક્ષા અધિકારીએ બાળલગ્ન અટકાવીને દીકરા-દીકરીના વાલીઓ સામે નોંધાઈ ફરિયાદ
- 15 વર્ષની કિશોરીએ માતા-પિતા સાથે જવાની ના પાડતાં તેને શિશુ મંગલમાં મોકલવામાં આવી
જૂનાગઢઃ વિસાવદર તાલુકાના લાલપુર ગામમાં બાળ લગ્ન થઈ રહ્યા હોવાની માહિતી જિલ્લા સમાજસુરક્ષા અધિકારીને ટેલિફોન મારફતે મળી હતી. સમાજ સુરક્ષા અધિકારીની ટીમ જવાને બાળ સુરક્ષા અધિકારીને સાથે રાખીને ગામમાં તપાસ કરતા 15વર્ષની કિશોરીના લગ્ન થયા હોવાનું બહાર આવ્યું હતું.
આ પણ વાંચોઃ બાળ લગ્નને લઇ તંત્ર સક્રિય, આંકલી ગામે બાળ લગ્ન અટકાવાયા
વિસાવદર પોલીસને જાણ કરતા બાળ લગ્ન અટકાવવામાં આવ્યા હતા
સમાજ સુરક્ષા અને બાળ સુરક્ષા અધિકારીએ દીકરી અને દીકરાના વાલીઓ સામે કાર્યવાહી કરીને સમગ્ર ઘટનાની જાણ વિસાવદર પોલીસને કરતા બાળ લગ્ન અટકાવવામાં આવ્યા હતા.
બાળકીએ માતા-પિતા સાથે જવાનો સ્પષ્ટ ઈનકાર કરી દેતા અધિકારીની ટીમ મૂંઝવણમાં મૂકાઇ હતી
બાળ લગ્ન અટકાવ્યા બાદ સમાજ સુરક્ષા અને બાળ સુરક્ષા અધિકારીની ટીમે પોલીસની હાજરીમાં બાળકીને તેના માતા-પિતાને સોંપવાની કાર્યવાહી હાથ ધરી હતી. પરંતુ બાળકીએ તેમના માતા-પિતા સાથે જવાનો સ્પષ્ટ ઈનકાર કરી દેતા અધિકારીની ટીમ પણ મૂંઝવણમાં મૂકાઇ હતી.
આ પણ વાંચોઃ પોરબંદરના એક ગામે સમાજ સુરક્ષા વિભાગે બાળ લગ્ન અટકાવ્યા
કિશોરીએ માતા-પિતા સાથે જવાની ના કહેતા તેને શિશુ મંગલમાં આશ્રય અપાયો
બાળકી પોતાના માતા-પિતા સાથે જવા તૈયાર નહીં થતા, તેને જૂનાગઢમાં આવેલા બાળ શિશુમંગલ ગૃહમાં હાલ આશ્રય આપવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાની તપાસ વિસાવદર પોલીસ પણ કરી રહી છે.