જૂનાગઢ : સમગ્ર દેશમાં આજથી ૩જી મે સુધી બીજા તબક્કાના Lockdown જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે લોકો Lockdownને લઈને વધુ સચેત અને જાગૃત બને તેમજ સામાજિક અંતરની સાથે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા મુજબ ગ્લોઝ, સેનીટાઈઝર અને માસ્ક પહેરીને કોઈ પણ જીવન જરૂરી ચીજ વસ્તુઓની ખરીદી કરવા માટે ઘરની બહાર નીકળે તેવો આગ્રહ કરવામાં આવી રહ્યું છે. જેની ચકાસણી કરવા માટે જૂનાગઢમાં આજથી ખાસ તપાસ ટીમની રચના કરવામાં આવી છે.
આ ટીમો જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં સતત ફરીને લોકો Lockdownનો અમલ કરે, તેમજ માર્ગદર્શિકા મુજબ જાહેર કરવામાં આવેલી તમામ તકેદારીઓનું ચુસ્તપણે પાલન કરે અને lockdownની સાથે સાવચેતીઓનો અનાદર કરનાર દરેક વ્યક્તિ અને વેપારી વિરુદ્ધ કાયદા મુજબ કામ કરવાની સત્તાઓ આ તપાસ ટીમને આપવામાં આવી છે.