ETV Bharat / state

CHATURMAS 2023: ચાતુર્માસ પ્રવેશ યાત્રાનું આયોજન, નમ્રમુનિ મહારાજની સાથે મહાસતીજી રહ્યા હાજર - જૂનાગઢમાં ચાતુર્માસ પ્રવેશ યાત્રાનું આયોજન

આજથી ચાતુર્માસનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે જૂનાગઢમાં ચાતુર્માસ પ્રવેશ યાત્રાનું આયોજન થયું હતું. જેમાં રાષ્ટ્રીય સંત નમ્રમુનિ મહારાજની સાથે મહાસતીજી અને શ્રાવક અને શ્રાવિકાઓની હાજરીમાં પ્રવેશ યાત્રા યોજાઈ હતી.

ચાતુર્માસમાં કામ કરવાની પ્રત્યેક વ્યક્તિને નમ્રમુનિ મહારાજે શીખ આપી

author img

By

Published : Jun 29, 2023, 4:59 PM IST

ચાતુર્માસ પ્રવેશ યાત્રાનું આયોજન

જૂનાગઢ: આજથી ચાતુર્માસનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે જૂનાગઢ જૈન સમાજ દ્વારા ચાતુર્માસ પ્રવેશ યાત્રાનું આયોજન કરાયું હતું. જેમાં રાષ્ટ્રીય સંત નમ્રમુનિ મહારાજની સાથે જૈન ધર્મના મહાસતીજી અને શ્રાવક તેમજ શ્રાવિકાઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. વહેલી સવારે કળશ યાત્રા અને નમ્રમુનિ મહારાજ તેમજ મહા સતીજીને ચાતુર્માસ પ્રારંભ જૂનાગઢની સાધના ભૂમિમાં આવકારવા માટે કળશ યાત્રાનું આયોજન કરાયું હતું. જેમાં જૈન સમાજની મહિલા-બાળકોએ હાજર રહીને ચાતુર્માસ પ્રવેશ યાત્રામાં ભાગ લીધો હતો.

શ્રાવક અને શ્રાવિકાઓની હાજરીમાં પ્રવેશ યાત્રા યોજાઈ

વિશેષ તપ અને આરાધના: કળશ યાત્રા ઉપાશ્રય ખાતે વિરામ પામીને પ્રવચનો આપવામાં આવ્યા હતા. જેમાં સર્વ ધર્મ સંમભાવ પ્રત્યેક જનમાનસમાં જાગૃત થાય તે માટે આ ચાતુર્માસમાં કામ કરવાની પ્રત્યેક વ્યક્તિને નમ્રમુનિ મહારાજે શીખ આપી હતી. જૈન ધર્મના મહારાજ અને મહાશક્તિજી ચાતુર્માસ દરમિયાન સમગ્ર જન માણસનું કલ્યાણ થાય તે માટે જૂનાગઢની સાધના ભૂમિમાં વિશેષ તપ અને આરાધના પણ કરશે.

ચાતુર્માસમાં કામ કરવાની પ્રત્યેક વ્યક્તિને નમ્રમુનિ મહારાજે શીખ આપી
ચાતુર્માસમાં કામ કરવાની પ્રત્યેક વ્યક્તિને નમ્રમુનિ મહારાજે શીખ આપી

" ચાતુર્માસ તમામ જન સમાજ માટે મહારાજ સાહેબ અને સાધ્વીઓ દ્વારા પ્રાર્થના પૂજા અને તપ આરાધના કરાતી હોય છે. વરસાદને કારણે અનેક જીવો ઉત્પન્ન થતા હોય છે. તે જીવોની રક્ષા તેમજ જીવ દયાનું ચુસ્તપણે પાલન થાય તેમ જ જીવોની વિરાધના માંથી બચવા માટે આ ચાતુર્માસનું ખૂબ મહત્વ છે. ચાર મહિના આત્માની સાધના અને પરની આરાધનાનું આ પ્રસંગ પરમાર્થના કલ્યાણ માટે સતત ગિરનારની સાધના ભૂમિમાં થતો જોવા મળશે." - કલ્પનાબાઈ, મહાસતીજી

ચાતુર્માસ પ્રવેશ યાત્રામાં થયું મિલન: ચાતુર્માસ પ્રવેશ યાત્રા સંબંધે ખાસ જુનાગઢ આવેલા અને પાછલા ઘણા વર્ષોથી મુંબઈ રહેતા હરેશભાઈ અવલાણી અને તેમના ભાઈ અશ્વિનભાઈ અવલાણી વચ્ચે પાછલા ઘણા વર્ષોથી અબોલા હતા. ચાતુર્માસ પ્રવેશ યાત્રા સંબંધને રાષ્ટ્રીય સંત નમ્રમુનિ મહારાજની હાજરીમાં બંને ભાઈઓએ પોતાના કૌટુંબિક કલેશને ભૂલીને આજે વર્ષો પછી અબોલા તોડીને ફરી એક વખત બંને ભાઈઓ અને તેનો પરિવાર સંબંધમાં આવ્યા છે. જેને ચતુર્માસ પ્રવેશ યાત્રાની સિધ્ધિ પણ ગણાવી શકાય છે.

ચાતુર્માસ પ્રવેશ યાત્રામાં થયું મિલન
ચાતુર્માસ પ્રવેશ યાત્રામાં થયું મિલન

" નમ્રમુનિ મહારાજ સાહેબની હાજરીમાં અબોલા તોડવાનું જે સૌભાગ્ય તેમને પ્રાપ્ત થયું છે. તે એકમાત્ર ગુરુની કૃપા થકી જ શક્ય બની શકે જેને કારણે આજે વર્ષો પછી અમે બે ભાઈઓ અબોલા તોડીને ફરી એક વખત એક મેકના સુખ દુઃખના સાથી બન્યા છે." - હરેશભાઈ અમલાની

  1. Junagadh News: ચાતુર્માસ માટે નમ્રમુનિ મહારાજ ગિરનારની સાધના ભૂમિમાં ચાર મહિના થશે ઉપાસના
  2. Sawan 2023: આ વખતે ચાતુર્માસ 5 મહિનાનો અને શ્રાવણ 2 મહિનાનો હશે, 19 વર્ષ પછી સંયોગ બન્યો

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.