ગાંધી જયંતિના પાવન પ્રસંગે જૂનાગઢમાં આવેલા ખાદી ભંડારમાં જૂનાગઢવાસીઓ ખાદીની ખરીદીમાં ભારે ઉત્સાહ બતાવ્યો છે. આ એજ સુતરનું તાતણું છે કે, જેની તાકાતથી આ દેશ આજે આઝાદ જોવા મળી રહ્યો છે. આ દેશની આઝાદીમાં ગાંધી અને ખાદીનું ખૂબ જ મહત્વ છે. ગાંધી અને ખાદી વિનાની આઝાદીની કલ્પના આજે પણ કરી શકાય તેમ નથી. ત્યારે ગાંધીજીને પ્રિય એવી ખાદીની ખરીદી જૂનાગઢવાસીઓએ કરીને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને તેમની 150મી જન્મ જયંતિ નિમિત્તે યાદ કર્યા હતા.
ગાંધી એક વ્યક્તિ નહીં પરંતુ વિચાર છે તેવી જ રીતે ખાદી પણ કોઈ વસ્તુ નહીં પણ ગાંધી વિચાર સાથે જોડાયેલો એક તાણોવાણો છે. સુતરનો એક તાંતણો આખા દેશને એક જૂથ કરવાની શક્તિ ધરાવતો હતો, જે તે સમયે આ સૂતરનો તાંતણો દેશના હજારો લોકોને રોજગારી આપતું હતું. તો સાથોસાથ સુતરના તાંતણાની તાકાતથી દેશવાસીઓએ અંગ્રેજોની લોખંડની જંજીરોને પણ તોડીને ગુલામીમાંથી આઝાદી મેળવી હતી, ત્યારે ખાદી અંગે તેની જરૂરિયાત પર ગાંધીવાદી કંઈક આવું કહી રહ્યા છે.