- કષ્ટભંજન દેવ મારુતિ ધામમાં કરાઈ ધુળેટીની ઉજવણી
- કષ્ટભંજન દેવને વિવિધ કલરથી કરવામાં આવ્યો શણગાર
- ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી
જૂનાગઢઃ જિલ્લામાં દ્રોણેશ્વર નજીક આવેલા કષ્ટભંજન દેવ મારુતિ ધામમાં ધુળેટીની ઉજવણી કરવામાં આવી હતી. આજે કષ્ટભંજન દેવને ધુળેટીના પાવન પર્વે વિવિધ કલર સાથે શણગાર કરવામાં આવ્યો હતો. જેના દર્શન કરીને ભાવી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. દર વર્ષે અહીં ધુળેટીના તહેવારની ઉજવણી ધુમધામથી ઉજવાતી હતી, જોકે, આ વર્ષ કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને ઉજવણી બિલકુલ સાદાઈથી કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ જૂનાગઢ જિલ્લામાં ધુળેટીના તહેવારની ઉજવણીથી લોકો રહ્યાં દૂર
મારુતિ ધામમાં વર્ષોથી કરવામાં આવે છે ધાર્મિક તહેવારની ઉજવણી
કષ્ટભંજન દેવ મારુતિ ધામની સ્થાપના થયા બાદ વર્ષોથી અહીં વિવિધ ધાર્મિક અને રાષ્ટ્રીય તહેવારોની ભારે આસ્થા અને ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવતી હોય છે. તાજેતરમાં જ મહાશિવરાત્રિના પાવન પર્વે પણ મારૂતિધામ કષ્ટભંજનને વિવિધ શણગાર કરીને શિવરાત્રિની ઉજવણી કરવામાં આવી હતી. તેવી જ રીતે રાષ્ટ્રીય પર્વમાં પણ મારૂતિધામ કષ્ટભંજન દેવને ત્રિરંગાનો શણગાર કરીને રાષ્ટ્રીય પર્વની પણ ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષે અહીં વિવિધ ધાર્મિક તહેવારોને ધ્યાને રાખીને તેની ઉજવણી અવાર-નવાર થતી રહે છે, ત્યારે આ વર્ષે પણ કોરોના સંક્રમણને ધ્યાને રાખીને ધુળેટીના પર્વની પણ સાદાઈથી ઉજવણી કરવામાં આવી હતી.