ETV Bharat / state

Junagadh News : પ્રકૃતિને બચાવવાના સંદેશ સાથે જૂનાગઢમાં કરાઈ રામ જન્મોત્સવની અનોખી ઉજવણી - Ram Janmotsav with the message of saving nature

પ્રકૃતિને બચાવવાના સંદેશ સાથે જૂનાગઢમાં રામ જન્મોત્સવ ની ઉજવણી કરવામાં આવી રહી છે. અરાઉંડ ધ ટ્રી સામાજિક સંસ્થા દ્વારા આ વર્ષે પ્રથમ વખત ગિરનારની સાથે જૂનાગઢના પ્રાકૃતિક સ્થળોની પ્રતિકૃતિ બનાવીને લોકો પર્યાવરણ પ્રત્યે જાગૃત બને તે માટે વિશેષ આયોજન કરાયું છે. સંસ્થા દ્વારા આ વર્ષે પ્રથમ વખત આયોજન કરાયું છે આગામી વર્ષોમાં પણ આ જ પ્રકારે પર્યાવરણ અને પ્રકૃતિને બચાવવાના સંદેશા સાથે ધાર્મિક ઉત્સવોની ઉજવણી કરાશે.

પ્રકૃતિને બચાવવાના સંદેશ સાથે જૂનાગઢમાં કરાઈ રામ જન્મોત્સવની અનોખી ઉજવણી

author img

By

Published : Mar 30, 2023, 1:35 PM IST

પ્રકૃતિને બચાવવાના સંદેશ સાથે જૂનાગઢમાં કરાઈ રામ જન્મોત્સવની અનોખી ઉજવણી

જુનાગઢઃ જુનાગઢની સામાજિક સંસ્થા દ્વારા પ્રથમ વખત આ વર્ષે પર્યાવરણ અને પ્રાકૃતિક સ્થળોની જાળવણી થાય તે માટે રામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ગિરનાર પર્વતની સાથે જૂનાગઢના પ્રાકૃતિક સ્થળોની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે. સતત વધી રહેલું પ્રદૂષણ પ્રાકૃતિક સ્થળોને ખૂબ જ નુકસાન કરી રહ્યું છે, ત્યારે લોકોમાં પર્યાવરણ જાગૃતિ અંગે લોકમત કેળવાય તે માટે રાઉન્ડ ટ્રી સામાજિક સંસ્થા દ્વારા આ વર્ષથી પર્યાવરણ બચાવો જાગૃતિ સાથે ધાર્મિક ઉત્સવોની ઉજવણી કરવાની શરૂઆત કરાઈ છે.

આ પણ વાંચોઃ Chaitri Navratri 2023: ચાચર ચોકમાં આઠમના પર્વ પર ઉમટ્યા માઈ ભક્તો, બોલાવી ગરબાની રમઝટ

પર્યાવરણનું રક્ષણ જુનાગઢ વાસીઓના હાથમાંઃ આ અંતર્ગત આજે ગિરનાર તેમજ જૂનાગઢના પ્રાકૃતિક સ્થળોની પ્રતિકૃતિ બનાવવાનો પ્રયાસ કર્યો છે, જે આગામી વર્ષોમાં પણ ધાર્મિક ઉત્સવના કાર્યક્રમમાં આયોજિત કરવામાં આવશે. તાજેતરમાં જ ગિરનાર પર્વત પર થઈ રહેલા પ્રદૂષણને લઈને રાજ્યની વડી અદાલતે પણ ખૂબ જ ચિંતાઓ વ્યક્ત કરી છે, ત્યારે ગિરનાર અને જૂનાગઢના પ્રાકૃતિક સ્થળોને બચાવવાની પહેલ અને શરૂઆત જુનાગઢ વાસીઓ કરે તેવા ઉદ્દેશ્ય સાથે આ પ્રાકૃતિક પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. ગિરનાર પર્વત પર સતત પ્લાસ્ટિક સહિત અનેક પ્રદૂષણ વધી રહ્યા છે, ત્યારે તે ઘટે તેના માટે સૌ કોઈએ સહિયારો પ્રયાસ કરવાની જરૂર છે. જેની શુભ શરૂઆત પ્રત્યેક જુનાગઢ વાસીઓ કરે તે માટે આ પ્રતિકૃતિનું નિર્માણ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ Surat Gold Ramayan: પેઢીઓથી લોકો આવે છે દર્શન કરવા, જર્મનીના પાના પર 19 કિલો સોનાની રામાયણ

કુદરતી સંપદાનું રક્ષણ એકમાત્ર ધ્યેયઃ કુદરતે જુનાગઢને ખૂબ મોટી સંપદાઓ અર્પણ કરી છે, પરંતુ હાલ તે પ્રદૂષણને ભોગ ચડી રહી છે ત્યારે કુદરતે આપેલી આ બહુમૂલ્ય સંપદાઓની જાળવણી થાય તેમાં વધારો થાય તે માટે જુનાગઢ વાસીઓએ સૌપ્રથમ આગળ આવવું પડશે પાણીનું સંરક્ષણ કઈ રીતે થાય તે માટે નરસિંહ મહેતા સરોવરની પ્રતિકૃતિ પણ લગાડવામાં આવી છે તો ગિરનાર પર્વતનું વાતાવરણ પણ અહીં ઊભુ કરાયું છે.

આરોગ્ય પર વિપરીત અસરઃ ગિરનારના જંગલમાં અનેક પશુ પક્ષીઓ અને પ્રાણીઓ આજે પણ જોવા મળે છે, જે સતત વધી રહેલા પ્રદુષણને કારણે તેમના આયુષ્ય અને આરોગ્ય પર પણ ખૂબ જ વિપરીત અને માઠી અસરો આ જ પ્રકારે સતત પ્રદૂષણ વધતા જોવા મળી શકે છે. તેના પર નિયંત્રણ આવે અને કુદરતી સંપદાની સાથે પશુ-પક્ષી અને પ્રાણીઓને કુદરતે બક્ષેલી સંપદાને સંપૂર્ણ અધિકાર સાથે ભોગવવાની તક મળે તે માટેનો આ પ્રયાસ અરાઉન્ટ ટ્રી સંસ્થા દ્વારા કરવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.