ગીરના જંગલોમાં નામશેષ થવા જઇ રહેલા સિંહને બચાવવા માટે જૂનાગઢના નવાબ દ્વારા સિંહના શિકાર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. ત્યારથી સિંહની સંખ્યામાં ઉત્તરોઉત્તર વધારો જોવા મળી રહ્યો છે સિંહની સંકટગ્રસ્ત પ્રજાતિને બચાવવા માટે 10મી ઓગસ્ટના દિવસને વિશ્વ સિંહ દિવસ તરીકે મનાવવામાં આવી રહ્યો છે. સિંહની સંકટગ્રસ્ત પ્રજાતિને બચાવવા માટે તેમજ લોકોમાં સિંહ પ્રત્યે સારો ભાવ ઉભો થાય તેને લઈને સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જેને કારણે હવે ગીર અને આસપાસના જંગલોમાં સિંહની વસ્તીમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.
મૂળ ઉનાના અને દીવમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા રમેશભાઈ રાવલ છેલ્લા 30 વર્ષથી 'સિંહ બચાવો, ગીર બચાવો' અભિયાન ચલાવી રહયા છે. રમેશભાઈ રાવલ નિવૃત્તિ બાદ આજે ગીરના અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર સહિતના જિલ્લાઓમા પ્રવાસ કરીને સિંહ પ્રત્યે લોકોમાં ફેલાયેલી ગેર સમજને દૂર કરીને લોકોને સિંહ પ્રત્યે પ્રેમભાવ ઉભો થાય તેને લઈને જાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છે.