- આજે મનાવવામાં આવી રહ્યો છે આંતરરાષ્ટ્રીય લાંચ વિરોધી દિવસ
- એસીબીએ 18 જેટલા કેસોમાં લાંચિયા અધિકારી અને કર્મચારીને પકડ્યા
- એસીબીના પી.આઇને પણ રંગેહાથ લાંચ લેતાં ઝડપ્યા
જૂનાગઢ : આજે વિશ્વ લાંચ વિરોધી દિવસ મનાવવામાં આવી રહ્યો છે. ત્યારે પાછલા વર્ષમાં જૂનાગઢ એસીબીએ ખૂબ સારી કામગીરી કરી હોવા છતાં આ કામગીરી લોકો અને સામાન્ય પ્રજાની વચ્ચે જાય તેમજ સામાન્ય લોકો એસીબીની કામગીરીને વખાણે એવું કહેવા માટે પણ એસીબીના અધિકારીઓ મીડિયા સમક્ષ આવવાનું ટાળતા હતા. કેટલાંક અધિકારી સામાજિક પ્રસંગમાં હાજર હતા, તો કેટલાક અધિકારી ઉપરી અધિકારીની મંજૂરી નહીં હોવાને કારણે મીડિયા સમક્ષ નહીં આવવાની વાત કરી હતી. વાત પાછલા એક વર્ષની કરીએ તો જૂનાગઢ એસીબીએ 18 કેસમાં લાંચિયા કર્મચારી અને અધિકારીઓને પકડી પાડવામાં સફળતા મેળવી હતી.
આજે લાંચ વિરોધી દિવસને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજવણી જૂનાગઢ એસીબીની પાછલા વર્ષની કામગીરી પર એક નજરજૂનાગઢ એસીબી એ જૂનાગઢ સહિત ભાવનગર, અમરેલી, પોરબંદર, ગીર સોમનાથ અને બોટાદ જિલ્લામાં પાછલા વર્ષ દરમ્યાન લાંચ લેતા કર્મચારી અને અધિકારીઓ વિરુદ્ધ તપાસ હાથ ધરી હતી.જેમાં ટ્રેપના સાત કિસ્સાઓ સામે આવ્યા છે ત્યાર બાદ સરકારી કર્મચારી કે અધિકારીઓ દ્વારા અપ્રમાણસર મિલકત એકઠી કરવાના કિસ્સામાં 8 અધિકારી અને કર્મચારીઓ સામે જુનાગઢ એસીબીએ ધોરણ સરની ફરિયાદ દાખલ કરી છે ત્રણ કિસ્સાઓમાં ડીકોપ તરીકે પણ કર્મચારી અને અધિકારી ઓ કે જે લાંચ લેવા અથવા દેવાના ગુનામાં સામેલ થયા હતા તેમની વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.
જૂનાગઢ એસીબીની સફળ કામગીરીનો ચિતાર
પાછલા એક વર્ષમાં જૂનાગઢ એસીબીએ તેમની જ કચેરીના પીઆઈ કક્ષાના અધિકારી માતબર કહી શકાય તેવી 20 લાખ કરતા વધુની લાંચના છટકામાં ઝડપી પાડીને તેને લાંચ લેતા પકડી પાડવામાં આવ્યા હતા. એસીબીની આ કામગીરી સમગ્ર રાજ્યમાં ખૂબ જ ગણનાપાત્ર બની હતી. ત્યારબાદ દિવાળીના થોડાંક દિવસો પહેલા જૂનાગઢ કલેકટર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા એક કર્મચારીને 30 હજાર કરતા વધુની લાંચ લેતાં રંગેહાથ ઝડપી પાડયા હતા. આ અધિકારીઓ આજે પણ જામીન મેળવવામાં અસમર્થ બન્યા છે.