જૂનાગઢ: સોમવારે બપોરના સમયે જૂનાગઢના કડિયાવાડ વિસ્તારમાં આવેલી શાક માર્કેટના પાછળના ભાગે 50 વર્ષ કરતાં વધુ જૂનું જર્જરિત બનેલું મકાન અચાનક ધરાશાયી થતા તેમાં ચાર વ્યક્તિના કમ કમાટી ભર્યા મોત થયા હતા. જેમાં સંજય ડાભી ની સાથે તેના બે પુત્રો તરુણ અને રવિ ડાભીનું પણ કાટમાળમાં દબાઈ જવાને કારણે મોત થયું હતું. ત્યારબાદ આઘાતમાં સરી પડેલી મૃતક સંજય ડાભીની પત્ની મયુરી બેને પણ આજે જલદ પ્રવાહી પી લઈને આત્મહત્યા કરી લેતા જૂનાગઢ શહેરમાં ભારે ચકચાર મચી જવા પામી છે. ત્યારે આજે મૃતક સંજય ડાભીના નાનાભાઈ વિરાટ ડાભી દ્વારા જુનાગઢ એ ડિવિઝન પોલીસ માથકમાં કસુરવારો સામે અપરાધિક ગુનો દાખલ કરવા અરજી કરી છે.
પદાધિકારીઓ સામેલ: વિરાટ ડાભી એ આજે એ ડિવિઝન પોલીસ મથકમાં અરજી આપી છે. જેમાં તેના મોટાભાઈ સંજય ડાભી ની સાથે તેમના બે ભત્રીજા અને આજે ભાભીનું આઘાત મા સરી પડતા મોત થયું છે. તેની પાછળ જુનાગઢ મનપા ના તંત્રની સાથે અધિકારી અને પદાધિકારીઓ તેમજ કોર્પોરેટર સામેલ હોવાને લઈને તેમના વિરુદ્ધ આપરાધિક ગુનો દાખલ થાય તે માટેની અરજી એ ડીવીઝન પોલીસ મથકમાં આપતા હવે સમગ્ર મામલો પોલીસ ફરિયાદ સુધી પહોંચી ગયો છે.
મનપા જવાબદાર હોવાનો ઉલ્લેખ: વિરાટ ડાભી એ આજે એ ડિવિઝન પોલીસ મથકમાં જે અરજી આપી છે તેમાં તેના ભાઈ સંજય ડાભીની સાથે તેના બે ભત્રીજાઓ તરુણ અને રવિની સાથે આજે અવસાન પામેલ તેમના ભાભી મયુરીબેન ના મોતના કસૂરવાર જૂનાગઢ મનપાના અધિકારી અને પદાધિકારીની સાથે સ્થાનિક કોર્પોરેટરો હોવાનો ઉલ્લેખ કર્યો છે. અરજીમાં જણાવ્યું છે કે "જે રીતે ઇમારતોને ભયજનક માનવામાં આવતી હતી પરંતુ મનપણે માત્ર નોટિસ આપીને પોતાની કામગીરી પૂરી કરી.
ગંભીર બેદરકારીઃ જો હજી આપ્યા બાદ જર્જરીત મકાનોને ઉતારી લેવામાં આવ્યા હોત તો આજે તેમના ભાઈ ભાભી અને બે માસુમ પુત્રો જીવતા હોત માટે મનપાની ગંભીર બેદરકારીને કારણે આ ચાર વ્યક્તિના મોત થયા છે જેથી જૂનાગઢ મનપાના અધિકારી પદાધિકારી અને જવાબદાર કોર્પોરેટર સામે આપરાધિક ગુનો દાખલ થાય તેવી અરજીમાં માંગ કરવામાં આવી છે જેનો સ્વીકાર એ ડિવિઝન પોલીસ માથક દ્વારા કરવામાં આવ્યો છે."
અરજી આપી છેઃ મકાન ધરાશાયી થવાના કિસ્સામાં મૃતકના પરિવાર જનો દ્વારા કોર્પોરેશનના અધિકારી પદાધિકારી કોર્પોરેટર અને જવાબદાર કર્મચારીઓ સામે એ ડિવિઝન પોલીસ મથકમાં અરજી આપી છે ત્યારે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે મકાન ધારાશાયી થયું છે તેના માલિક તુલસીદાસ નારણદાસ અને રતિલાલ પીઠડીયા વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી છે આમ સમગ્ર મામલો હવે પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો છે ત્યારે પોલીસ તપાસ કરીને કેટલાક જવાબદાર વ્યક્તિઓની અટકાયત કરે તેવી શક્યતાઓ પણ પ્રબળ બની રહી છે