જૂનાગઢઃ દલા તરવાડી થી લઈને રાજા ને ભાવે તે રીંગણ સુધીની સફરને પાર કરતા રીંગણા શિયાળા દરમિયાન બિલકુલ સામાન્ય પણે અને એકદમ નજીવા ભાવે થી વેચાતા જોવા મળતા રીંગણ વર્તમાન સમયમાં 100 રૂપિયા પ્રતિ(bringal price hike) કિલોના ભાવને કુદાવી રહ્યા છે. જેને લઈને ગરીબ અને મધ્યમ વર્ગ માટે શિયાળાનું ખાસ અને ગુણકારી શાકભાજી એવું રીંગણુ હવે દુષ્કર બની રહ્યું છે. પાછલા સમયમાં પડેલા કમોસમી વરસાદ અને વાતાવરણની પ્રતિકૂળતાને કારણે રીંગણનો પાક નષ્ટ થયો હોવાનું વેપારીઓ માની રહ્યા છે, જેને કારણે બજારમાં રીંગણાની આવક મર્યાદિત થતાં પ્રતિ કિલોના ભાવ સો ( Increase prices in vegetables)રૂપિયાને પાર જોવા મળી રહ્યા છે.
Bringal Price Hike: શિયાળાના લોકપ્રિય શાક રીંગણના ભાવમાં આવ્યો ઉછાળો
શિયાળાનું ગુણકારી શાક છે રીંગણ. રીંગણનો ઓળો ગુજરાતભરમાં પ્રખ્યાત છે, એવા શિયાળાના લોકપ્રિય શાક રીંગણાનો ભાવ કિલોએ રૂપિયા 100નો પાર કરી ગયો છે. જેથી ગરીબ અને મધ્યમવર્ગ માટે રીંગણનું શાક બનાવવું મુશ્કેલ બન્યું છે. હાલ રીંગણની આવક મર્યાદિત છે, અને ભાવ ઊંચા છે.