ETV Bharat / state

Brijesh Labadia Suicide Case : પોલીસ કર્મચારીની આત્મહત્યા કેસમાં કોર્ટ દ્વારા નવા આદેશ, તપાસ અધિકારી બદલાયા

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 24, 2023, 10:47 AM IST

જુનાગઢ પોલીસ તાલીમ કેન્દ્રમાં આત્મહત્યા કરનાર પોલીસ કર્મચારીના કેસમાં કોર્ટ દ્વારા નવા આદેશ આપવામાં આવ્યા છે. સમગ્ર મામલાની તપાસ જિલ્લા બહારના અધિકારી તરીકે પોલીસ અધિક્ષક પોરબંદર ભગીરથસિંહ ઝાલાને સોંપવામાં આવી હતી. ઉલ્લેખનિય છે કે, પોલીસ તાલીમ સેન્ટર ખાતે ફરજ બજાવતા ડ્રાઈવર બ્રિજેશ લાબડીયાએ વંથલી નજીક શાપુર ગામની સીમમાં ગળે ફાંસો લગાવીને આત્મહત્યા કરી હતી.

Brijesh Labadia Suicide Case
Brijesh Labadia Suicide Case

જુનાગઢ : પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા બ્રિજેશ લાબડીયાની આત્મહત્યાના કિસ્સામાં અપડેટ આવી છે. તપાસ અધિકારી જિલ્લા પોલીસ અધિક્ષક પોરબંદર અને નાયબ પોલીસ અધિક્ષક દ્વારા આજે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે તપાસ કરી હતી. સમગ્ર મામલાની તપાસ જિલ્લા બહારના ઉચ્ચ અધિકારીઓ કરે તેવો આદેશ રાજ્યની વડી અદાલતે આપ્યો છે. ત્યારે આજે પોરબંદર SP ભગીરથસિંહ ઝાલાએ તપાસ હાથ ધરી હતી.

પોલીસ કર્મચારી આત્મહત્યા કેસ : પોલીસ તાલીમ સેન્ટર ખાતે ફરજ બજાવતા ડ્રાઈવર બ્રિજેશ લાબડીયાએ વંથલી નજીક શાપુર ગામની સીમમાં ગળે ફાંસો લગાવીને આત્મહત્યા કરી હતી. બ્રિજેશ લાબડીયાના પુત્ર અને પરિવારજનો દ્વારા પોલીસ અધિકારીઓ વિરુદ્ધ માનસિક ઉત્પીડન અને આત્મહત્યા કરવા સુધીની હેરાનગતિ પોલીસ અધિકારીઓ દ્વારા કરવામાં આવી હોવાનો આક્ષેપ છે. આ સમગ્ર મામલામાં જૂનાગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નહીં નોંધવામાં આવતા અંતે લાબડીયા પરિવારે રાજ્યની વડી અદાલતમાં ફરિયાદ દાખલ કરવાને લઈને દાદ માંગી હતી. તે મુજબ વડી અદાલતે ફરિયાદ દાખલ કરવા અને શંકાસ્પદ આરોપી પોલીસ અધિકારીઓ વિરુદ્ધ તપાસ કરવાનો આદેશ કર્યો હતો.

કોર્ટનો આદેશ : પોલીસ કર્મચારી બ્રિજેશ લાબડીયાની આત્મહત્યાના કિસ્સામાં હાઇકોર્ટે ફરિયાદ દાખલ કરવાની સાથે શંકાસ્પદ અધિકારીઓ વિરુદ્ધ તપાસ થાય તેવો અંતરીમ આદેશ કર્યો હતો. તે મુજબ પોરબંદરના વિભાગ પોલીસ અધિક્ષક નીલમ ગૌસ્વામી દ્વારા સમગ્ર મામલામાં તપાસ હાથ ધરવામાં આવી હતી.

પોરબંદર SP : રાજ્યની વડી અદાલતે તપાસને લઈને નારાજગી વ્યક્ત કરી હતી. સમગ્ર મામલામાં આરોપી અધિકારીની કેડરના અન્ય અધિકારીને તપાસ કઈ રીતે સોપી શકાય અને તે અધિકારી તપાસ કઈ રીતે કરી શકે તેને લઈને નારાજગી વ્યક્ત કરી હતી. ત્યારબાદ સમગ્ર મામલાની તપાસ જિલ્લા બહારના અધિકારી તરીકે પોલીસ અધિક્ષક પોરબંદર ભગીરથસિંહ ઝાલાને સોંપવામાં આવી હતી. જેમણે આજે તપાસ શરૂ કરી છે.

પોલીસ તાલીમ કેન્દ્રમાં તપાસ : તપાસની અધિકારી તરીકે નિમણૂક થયા બાદ પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ ઝાલાએ આજે પોલીસ તાલીમ કેન્દ્રમાં તપાસ કરી હતી. જ્યાં મૃતક કર્મચારી બ્રિજેશ લાબડીયા કામ કરતા હતા, તે કચેરીના કેટલાક દસ્તાવેજ, ઓફિસનુ હાજરી પત્રક અને ઓફિસમાં જ અન્ય પુરાવાઓને લઈને આજે તપાસ કરી હતી. મૃતક બ્રિજેશ લાબડીયાના પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, પોલીસ તાલીમ કેન્દ્રના મહિલા DySP અને અન્ય એક PSI તેમના પિતાને ઢોર માર મારતા તેમણે જુનાગઢ બહાર શાપુરની સીમમાં આત્મહત્યા કરી લીધી છે. તેને લઈને તાલીમ કેન્દ્રના સ્થળ પરના પુરાવા મળી શકે તે માટે આજે પોરબંદર SP દ્વારા તપાસ શરૂ કરાઈ છે.

  1. Surat Crime News : પાંડેસરા વિસ્તારમાં પ્રેમ લગ્નનો આવ્યો કરૂણ અંજામ, 19 વર્ષિય પતિએ કરી આત્મહત્યા
  2. Ahmedabad Crime : વ્યાજના વિષચક્રમાં લોકોને ફસાવી અબજોપતિ બનનાર ધર્મેશ પટેલ સામે વધુ એક ફરિયાદ, EOW એ કરી ધરપકડ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.