ETV Bharat / state

Manavadar court judgement: કુખ્યાત બુટલેગરને કોર્ટનો કોરડો, માણાવદર કોર્ટના આદેશ બાદ બુટલેગરની કરોડોની મિલ્કત કરાઈ જપ્ત - જુનાગઢ ક્રાઈમ ન્યૂઝ

જૂનાગઢના કુખ્યાત બુટલેગર ધીરેન કારીયાની કરોડોની સંપત્તિ માણાવદર કોર્ટના હુકમ બાદ સીલ કરવામાં છે. વર્ષ 2022માં ધીરેન કારીયા સામે બાંટવા પોલીસ સ્ટેશનમાં દારૂની હેરાફેરી કરવાનો ગુનો નોંધાયો હતો, ત્યારબાદ ધીરેન કારીયા આજ દીન સુધી ફરાર હતો. જેને જોતા માણાવદર કોર્ટમાં CRPCની કલમ 82 મુજબ તેની સામે ફરારી જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ હતું, અને કુખ્યાત બુટલેગર ધીરેન કારીયાને કોર્ટ સમક્ષ હાજર થવાનું ફરમાન કરવામાં આવ્યુ હતું, જોકે તેમ છતાં તે કોર્ટ સમક્ષ હાજર થયો ન હતો. જેથી કોર્ટે તેની સંપત્તિ જપ્ત કરવાનો આદેશ આપ્યો હતો.

junagadh police
junagadh police
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 21, 2023, 12:12 PM IST

જુનાગઢ: માણાવદર કોર્ટના હુકમ બાદ જૂનાગઢના કુખ્યાત બુટલેગર ધીરેન કારીયાની સંપત્તિ જિલ્લા કલેકટર અને લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સીલ કરવામાં આવી છે. પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અંતર્ગત ધીરેન કારીયાની કરોડોની સ્થાવર અને જંગમ મિલકત સીલ કરીને તેને કાયદાનું ભાન કરાવ્યું છે

બુટલેગરની સંપત્તિ સીલ: જૂનાગઢના કુખ્યાત બુટલેગર ધીરેન કારીયાની અંદાજિત 1 કરોડ 82 લાખ કરતાની વધુ સંપત્તિ માણાવદર કોર્ટના હુકમ બાદ સીલ કરવામાં છે. સમગ્ર મામલો વર્ષ 2022ની 18મી સપ્ટેમ્બરનો છે. બાંટવા પોલીસ સ્ટેશનમાં ધીરેન કારીયા સામે દારૂની હેરાફેરી કરવાનો ગુનો નોંધાયો હતો, ત્યારબાદ ધીરેન કારીયા આજ દીન સુધી ફરાર હતો. જેને જોતા માણાવદર કોર્ટમાં CRPCની કલમ 82 મુજબ તેની સામે ફરારી જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ હતું, અને કુખ્યાત બુટલેગર ધીરેન કારીયાને કોર્ટ સમક્ષ હાજર થવાનું ફરમાન કરવામાં આવ્યુ હતું, જોકે તેમ છતાં તે કોર્ટ સમક્ષ હાજર થયો ન હતો.

જુનાગઢના કુખ્યાત બુટલેગરની કરોડોની સંપત્તિ જપ્ત

કરોડોની મિલ્કત જપ્ત: માણાવદર કોર્ટ દ્વારા ધીરેન કારીયા સામે CRPCની કલમ 82 મુજબ ફરાર અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવા છતાં પણ આરોપી ધીરેન કારીયા કોર્ટમાં હાજર ન થતા CRPCની કલમ 82 મુજબા તેની મિલ્કત સીલ કરવાનો માણાવદર કોર્ટે જુનાગઢ કલેક્ટર અને પોલીસને આદેશ કર્યો હતો. જે અંતર્ગત જુનાગઢ પોલીસ દ્વારા ધીરેન કારીયાની જંગમ અને કલેક્ટર દ્વારા સ્થાવર મિલકત સીલ કરવામાં આવી છે. જેમાં એક કાર, સ્કૂટર, એપાર્ટમેન્ટમાં રહેણાંક મકાન તેમજ 4 પ્લોટ સહિતની સંપત્તિ જપ્ત કરી છે, જેની અંદાજિત કિંમત 1 કરોડ 82 લાખ 30 હજારની આસપાસ થાય છે

કુખ્યાત બુટલેગર છે ધીરેન કારીયા: ધીરેન કારીયા સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં દારૂનો ખૂબ મોટા પ્રમાણમાં ધંધો કરે છે. ધીરેન કારીયા ગુજરાતના મોસ્ટ 20 વોન્ટેડ આરોપીના લિસ્ટમાં પણ સામેલ છે. તેના પર અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં ગેરકાયદે દારૂ ઘુસાડવો અને તેનું વેચાણ કરવાની ફરિયાદ અનેક વખત દાખલ થઈ છે. ત્યારે વર્ષ 2022માં બાંટવા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી ફરિયાદ બાદ ધીરેન કારીયા આજ સુધી નાસ્તો-ફરતો રહ્યો છે. જેના કારણે માણાવદર કોર્ટના હુકમનું પાલન કરતાં પોલીસે જુનાગઢ શહેરમાં આવેલી તેની સ્થાવર અને જંગમ મિલકત સીલ કરી છે.

  1. Junagadh Crime: સોશિયલ મીડિયાથી સાવધાન, ફેસબુક ફ્રેન્ડ બાનવીને મહિલા સાથે દુષ્કર્મ આચર્યું
  2. Junagadh Crime: ઇન્સ્ટાગ્રામ પર સંપર્કમાં આવ્યા બાદ શાળાની બસના ડ્રાઇવરે સગીરા પર આચર્યું દુષ્કર્મ, પોલીસે હાથ ધરી તપાસ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.