ETV Bharat / state

પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલના કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો ખુલ્લેઆમ ભંગ - સી.આર.પાટીલ સૌરાષ્ટ્રની બે દિવસીય મુલાકાતે

ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની રેલીમાં સરકાર અને ઉચ્ચતમ ન્યાયાલય દ્વારા આપવામાં આવેલા દિશાનિર્દેશોનો ખુલ્લેઆમ ભંગ થતો જોવા મળ્યો છે. બુધવારથી પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે સોમનાથથી તેમના બે દિવસીય સૌરાષ્ટ્ર પ્રવાસનો પ્રારંભ કર્યો છે. જ્યારે તેઓ તેમના કાફલા સાથે જૂનાગઢ જિલ્લાના કેશોદમાં પહોંચ્યા હતા, ત્યારે ભારે સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આથી સામાજિક અંતર અને ફરજિયાત માસ્કના નિયમોનો ખુલ્લેઆમ ભંગ થતો જોવા મળ્યો હતો.

પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ પહોંચ્યા કેશોદ, સોશીયલ ડિસ્ટન્સિંગનો ખુલ્લેઆમ ભંગ

author img

By

Published : Aug 19, 2020, 8:32 PM IST

જૂનાગઢ: નવનિયુક્ત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ સૌરાષ્ટ્રની બે દિવસીય મુલાકાતે છે. તેમણે કાર્યકરોના કાફલા સાથે બુધવારે સોમનાથથી તેમની સૌરાષ્ટ્ર યાત્રાનો શુભારંભ કર્યો છે. બુધવારે સાંજના 5:00 કલાકે તેમની યાત્રા જૂનાગઢ જિલ્લાના માળિયા અને કેશોદ ખાતે આવી પહોંચી હતી. જેમાં સામાજિક અંતર અને ફરજિયાત માસ્કના નિયમનો ખુલ્લેઆમ ભંગ થતો જોવા મળ્યો હતો.

પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ પહોંચ્યા કેશોદ, સોશીયલ ડિસ્ટન્સિંગનો ખુલ્લેઆમ ભંગ
પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ પહોંચ્યા કેશોદ, સોશીયલ ડિસ્ટન્સિંગનો ખુલ્લેઆમ ભંગ

રાજ્ય સરકાર દ્વારા તમામ પ્રકારના ઉત્સવો અને મેળાવડા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. સામાજિક કાર્યો તથા લગ્નમાં પણ 50 કરતા વધુ વ્યક્તિઓને ભેગા કરવાની મનાઇ કરવામાં આવી છે. 20થી વધારે લોકો સ્મશાન યાત્રામાં જોડાઈ ન શકે તેવા આદેશો સરકાર દ્વારા આપવામાં આવ્યા છે. આ ઉપરાંત જો વ્યક્તિએ માસ્ક ન પહેર્યુ હોય તો 1000 સુધીનો દંડ ફટકારવામાં આવે છે. પરંતુ આ બધા નિયમો ફક્ત સામાન્ય માણસો માટે જ હોય તેવુ સાબિત થઇ રહ્યું છે. મોટાભાગના નેતાઓ દ્વારા સરકારી નિયમોનું છડેચોક ઉલ્લંઘન થતું જોવા મળે છે.

પ્રદેશ ભાજપ પ્રમુખના કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો ખુલ્લેઆમ ભંગ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.