જૂનાગઢ: સોમવારથી ભવનાથમાં મહાશિવરાત્રીનાં મેળાનો શુભારંભ થવા જઇ રહ્યો છે. ધ્વજારોહણની સાથે જ 5 દિવસનો મહાશિવરાત્રી મેળાનો શુભ આરંભ થશે. મેળાની પૂર્વસંધ્યાએ ભવનાથ તળેટી તરફ શિવભક્તોની ભીડ ઉમટી પડી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પાંચ દિવસ દરમિયાન ભવનાથ તળેટીમાં ભગવાન શિવના સૈનિક નાગા સંન્યાસીઓ અને શિવભક્તોની ભક્તિ તેમજ ભીડ જોવા મળશે.
આદિ-અનાદિ કાળથી ભવનાથમાં યોજાતા શિવરાત્રીના મેળાને લઇને શિવભકતોમાં અનેરો જ ઉત્સાહ જોવા મળતો હોય છે. આપણી પ્રાચીન પરંપરાઓ અને ધાર્મિક માન્યતા અનુસાર આ મેળાના પાંચ દિવસ દરમિયાન ભગવાન શિવ નાગા સન્યાસીનું રૂપ લઈને આ મેળામાં ચોક્કસ હાજરી આપે છે.જેથી આ મેળાનું ધાર્મિક મહત્વ પણ ખુબ જ છે. લાખોની સંખ્યામાં શિવભક્તો હાજર રહીને ભગવાન શિવના અલૌકિક દર્શન માટે તલપાપડ થઈ રહ્યા હોય છે.