જૂનાગઢ: પ્રભાસતીર્થ ક્ષેત્ર નજીક ભાલકા મંદિર પાસે અંદાજિત 5000 વર્ષ કરતા પર પૌરાણિક પ્રગટેશ્વર મહાદેવ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. ત્યારે આજે પ્રથમ વખત પ્રગટેશ્વર મહાદેવને ભસ્મની આરતી અર્પણ કરવામાં આવી હતી. પ્રભાસ તીર્થક્ષેત્રના ધાર્મિક સ્થાનોને જીર્ણોદ્ધાર કરવાને લઈને ટ્રસ્ટના પ્રમુખ નરેન્દ્ર મોદી પણ સક્રિય બન્યા છે. ત્યારે આગામી દિવસોમાં વધુ મંદિરો જીર્ણોદ્ધાર તરફ આગળ વધતા જોવા મળશે.
આ પણ વાંચો Maha Shivratri 2023 : છોટી કાશી બની શિવમય, વહેલી સવારથી હર હર મહાદેવ
મહાદેવનો કરાયો જીર્ણોદ્ધાર: હરી અને હરની ભૂમિ તરીકે સનાતન ધર્મ સંસ્કૃતિમાં ઓળખાતા પ્રભાસ તીર્થ ક્ષેત્રમાં ભાલકા તીર્થ પાસે આવેલા અને પાંચ હજાર વર્ષ પૂર્વે બનેલા પ્રગટેશ્વર મહાદેવ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. અંદાજિત 50 લાખના અનુદાન માંથી પાંચ હજાર વર્ષ પૂર્વે બનેલું પ્રગટેશ્વર મહાદેવ આજે જીર્ણોદ્ધાર બાદ દિવ્યમાન બની રહ્યું છે.
દર્શન માટે મંદિર ખુલ્લુંઃ મહાદેવના એક ભક્ત દ્વારા આ મંદિરના જીર્ણોદ્ધાર માટે આઠ લાખ રૂપિયાનુ અનુદાન આપેલું છે. બાકીનુ અનુદાન સોમનાથ ટ્રસ્ટ દ્વારા સ્વયંમ ઉઠાવવામાં આવી છે. આ મંદિરનો જીર્ણોદ્ધાર કરીને મહાદેવના ભક્તો દર્શન કરી શકે તે માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે. ગઈકાલે મંદિરના જીર્ણોદ્ધાર વિધિમાં સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રવીણ લહેરી તેમના ધર્મ પત્ની સાથે જોડાયા હતા. મહાદેવની વિવિધ પૂજા કરીને પ્રેગટેશ્વર મહાદેવ શિવ ભક્તોના દર્શન માટે ખોલવામાં આવ્યું હતું.
ભસ્મ આરતી: પ્રગટેશ્વર મહાદેવ મંદિરમાં આવેલી દેવી-દેવતાઓની પ્રતિમાઓને વિધિ વિધાન અને ધાર્મિક મંત્રોચ્ચાર સાથે પૂજન વિધિ કરીને જીર્ણોદ્ધાર બાદ મંદિર પરિસરમાં સ્થાપિત કરવામાં આવી છે. ત્યારે કળશરો પણ અને હજારોહાણ બાદ સીધી પથ રીતે પ્રગટેશ્વર મહાદેવનું સ્થાપન કરવામાં આવ્યું હતું. પાંચ હજાર વર્ષ પૌરાણિક શિવાલયને શિવ ભક્તો દર્શન કરી શકે તે માટે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. આજે પ્રથમ વખત પ્રગટેશ્વર મહાદેવને આરતી અર્પણ કરવામાં આવી હતી. હવેથી દરરોજ શિવ ભક્તો સોમનાથ મહાદેવની સાથે પ્રગટેશ્વર મહાદેવના દર્શન પણ તેમની આસ્થા અને ધાર્મિક વિધિ વિધાન સાથે કરી શકશે.