ETV Bharat / state

Maha Shivratri 2023 : શિવરાત્રીના મેળા પૂર્વ ભવનાથના નાના વેપારીઓએ દુકાનો બંધ પાડીને તંત્ર સામે દર્શાવ્યો વિરોધ - ગુજરાતના વેપારીઓ

મહા શિવરાત્રીના મેળા પૂર્વ ભવનાથના નાના વેપારીઓએ દુકાનો બંધ પાડીને તંત્ર સામે દર્શાવ્યો વિરોધ દર્શાવ્યો હતો. જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જે રીતે વેપારીઓની કનડગત કરવામાં આવી છે તેનો તેઓ વિરોધ કરી રહ્યા છે.

Maha Shivratri: શિવરાત્રીના મેળા પૂર્વ ભવનાથના નાના વેપારીઓએ બંધ પાડીને તંત્ર સામે દર્શાવ્યો વિરોધ

author img

By

Published : Feb 8, 2023, 9:12 PM IST

Maha Shivratri 2023 : શિવરાત્રીના મેળા પૂર્વ ભવનાથના નાના વેપારીઓએ દુકાનો બંધ પાડીને તંત્ર સામે દર્શાવ્યો વિરોધ

જૂનાગઢ: મહાશિવરાત્રીના મેળા પૂર્વે નાના વેપારીઓ દ્વારા આજે ભવનાથમાં દુકાનો બંધ પાડીને તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે. થોડા દિવસોથી ભવનાથમાં નડતરરૂપ કેબિન રેકડી અને અન્ય વ્યવસ્થાઓ દૂર કરાઈ રહી હતી. જેના વિરોધમાં હવે ભવનાથના નાના વેપારીઓ આવ્યા છે. તંત્ર તાકીદે કઈ ઘટતું કરે તેવી માંગ કરી રહ્યા છે.

વેપારી બંધમાં જોડાયા: મહાશિવરાત્રીના મેળા પૂર્વ ભવનાથના નાના વેપારીઓ આજે વેપાર ધંધા બંધ રાખીને પ્રતિક ધરણા પર ઉતરી ગયા છે. પાછલા દિવસો દરમિયાન ભવનાથ વિસ્તારમાં નાના વેપારીઓ ની કેબિન રેકડી અને અન્ય અસ્થાયી વ્યવસ્થાઓ કરવામાં આવી હતી તેને દૂર કરવામાં આવી હતી. જેનો વિરોધ હવે ભવનાથના નાના વેપારીઓ કરી રહ્યા છે. તહેવારના સમયે વર્ષભરની રોજી રોટી કમાવાના પાંચ દિવસો દરમિયાન જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જે રીતે વેપારીઓની કનડગત કરવામાં આવી છે તેનો તેઓ વિરોધ કરી રહ્યા છે.

મુકાયા મુશ્કેલીમાં: સમગ્ર ભવનાથ વિસ્તારના નાના વેપારીઓ દ્વારા તંત્રના વિરોધમાં ભવનાથ બંધ રાખવામાં આવ્યું છે. ભવનાથ આવેલા રાજસ્થાન સહિત દેશભરના અનેક પ્રવાસીઓ આજે મુશ્કેલીમાં મુકાયા છે. ભવનાથ વિસ્તારમાં જીવન જરૂરી ચીજ વસ્તુઓ નાના વેપારી વેચાણ કરી રહ્યા હતા. હવે તેઓએ તેમના વેપાર ધંધા બંધ રાખ્યા છે જેને લઈને પ્રવાસીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે. જિલ્લા વહીવટી તંત્ર સામે માંગ કરી રહ્યા છે કે નાના વેપારીઓની વ્યાજબી માંગણીઓનો તાકિદે નિવેડો લાવીને ભવનાથમાં આયોજિત મહા શિવરાત્રીના મેળાની ભવ્યતાને ચાર ચાંદ લગાવવાનું કામ કરે.

આ પણ વાંચો Mahashivratri Mela 2023: સાધુ અને સત્તાધીશો વચ્ચે બેઠક, સ્વચ્છતાને લઈ ખાસ ધ્યાન રખાશે

વેપારીઓએ વ્યક્ત કર્યો વસવસો: પાછલા ત્રણેક દસકાથી જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં સ્થાનિક અને નાના વેપારીઓ દ્વારા જીવન જરૂરી ચીજ વસ્તુઓનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે મહાશિવરાત્રીનો મેળો શરૂ થાય તે પૂર્વે જ વેપાર ધંધાને બંધ કરાવવાની જે કાર્ય પદ્ધતિ જિલ્લા વહીવટી તંત્ર અને અધિકારીઓ દ્વારા કરાવવામાં આવી રહી છે. વેપારીઓએ જિલ્લા વહીવટી તંત્ર પર આક્ષેપ કરતા જણાવ્યું છે કે અધિકારીઓ નાના વેપારીને બેરોજગાર કરી રહ્યા છે અને ખાસ કરીને મહાશિવરાત્રીના તહેવારમાં જે રીતે વર્ષભરની કમાણી કરવાની નાના વેપારીઓને તક પ્રાપ્ત થતી હોય છે તેને છીનવવાનું હિન કામ અધિકારીઓ કરી રહ્યા છે

આ પણ વાંચો Holi 2023: હોળીનો તહેવાર કન્યા રાશિમાં આવતો હોવાને કારણે આ દિવસે લીલો રંગ પહેરવો શુભ

વ્યક્ત કરી ખાતરી: જુનાગઢ મનપાના સતાધીશ એ સમગ્ર મામલાના શાંતિપૂર્ણ અને મેળાના ધાર્મિક હિતને ધ્યાને રાખીને ઉકેલ આવશે તેવો ભરોસો વ્યક્ત કર્યો હતો. અધિકારીઓ દ્વારા જે રીતે નાના ધંધાથીઓના વ્યાપારિક એકમોને દૂર કરાયા છે. સનાતન ધર્મ સાથે સંકળાયેલા મહાશિવરાત્રીના પર્વની સાથે નાના વેપારીઓનું હિત જળવાય અને મેળામાં આવનાર પ્રત્યેક શિવભક્ત તેમજ પ્રવાસીઓને કોઈપણ પ્રકારની અગવડતાનો સામનો ન કરવો પડે તે માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. આગામી દિવસોમાં સમગ્ર મામલાનો નિવેડો આવતો જોવા મળશે. હાલ મામલાને લઈને જુનાગઢ મનપાના પદાધિકારી અને અધિકારીઓ બેઠક કરી રહ્યા છે અને આગામી 48 કલાકમાં કોઈ અંતિમ નિર્ણય આવશે તેવો ભરોસો જુનાગઢ મનપાના સત્તાધીશો વ્યક્ત કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.