જૂનાગઢ: જિલ્લાનાં આવેલા આઈ સોનલ ધામ નાના બનુઆઈ માતાજી આજે પરલોક ગમન થયા છે. માતાજીના દેહવિલયના સમાચાર મળતા ભાવિ ભક્તોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ હતી. બનુઆઈ માતાજી પાછલા કેટલાક સમયથી બિમાર જોવા મળતા હતા ત્યારે આજે અચાનક માતાજી દેવલોક પામતાં મઢડા મંદિરમાં ભારે શોકનું વાતાવરણ જોવા મળી રહ્યું હતું. માતાજીના પરલોક ગમન થયાના સમાચાર (Temple of Madha Sonal I Mataji)પ્રાપ્ત થતાં માઈ ભક્તો અને સેવકોમાં પણ ઘેરા શોકની લાગણી પ્રવર્તી રહી છે. આવતી કાલે મઢડા સોનલ આઈ માતાજીના મંદિર પરિસરમાં જ પરલોક ગમન થયેલા બનુઆઈ માતાજીની સમાધી ધાર્મિક(Samadhi of Banuai Mataji ) વિધિ વિધાન અને ગઢવી ચારણ પરંપરા મુજબ યોજવામાં આવશે જેમાં મોટી સંખ્યામાં બનુઆઈ માતાજીના ભાવિ ભક્તો હાજરી આપશે.
આ પણ વાંચોઃ Lata Mangeshkar Passed Away : કલાકાર શાહબુદ્દીન રાઠોડે લતાજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
સોનલ આઈ માતાજીના બહેન છે બનુઆઈ માતાજી
જિલ્લાના અગતરાય નજીક આવેલા મઢડા સોનલ આઈ માતાજીના મંદિરમાં વર્ષોથી ધાર્મિક પૂજા કરીને સમાજના ઉત્થાન માટે કામ કરી રહેલા બનુઆઈ માતાજી સોનલ માતાજીના બહેન ગઢવી ચારણ સમાજમાં સોનલ માતાજી અને બનુઆઈ માતાજીનો જન્મ થયો હતો. જેને લઈને ગઢવી ચારણ સમાજમાં પણ સોનલ માતાજી અને બનુઆઈ માતાજીનું વિશેષ ધાર્મિક મહત્વ છે. આ સિવાય અન્ય સમાજના તેમના સેવકો અને ભક્તો પણ સોનલ માતાજીમાં ખૂબ ધાર્મિક શ્રદ્ધાને વિશ્વાસ ધરાવે છે. ગઢવી ચારણ સમાજમાં જન્મ લેનાર સોનલ માતાજી અને બનુઆઈ માતાજીનું પરચો પણ દરેક સમાજના લોકોને મળ્યો છે. મઢડા મંદિરમાં હરિહરના સાથે સાથે સર્વે સમાજના ઉત્થાન અને ખાસ કરીને ગઢવી ચારણ સમાજ વ્યસન મુક્ત સમાજ બને તે માટે સોનલ માતાજીની સાથે બનુઆઈ માતાજીના અથાગ પ્રયત્નોથી આજે ગઢવી અને ચારણ સમાજ ખૂબ ઉન્નતિના શિખરો પર જોવા મળે છે ત્યારે અચાનક બનુઆઈ માતાજીના પરલોક ગમનના સમાચાર સાંભળીને ગઢવી ચારણ સમાજની સાથે મોટી સંખ્યામાં તેમના અનુયાયીઓમા આજે ઘેરો શોક પ્રવર્તી રહ્યો છે. આવતી કાલે બનુઆઈ માતાજીના સમાધી ધાર્મિક વિધિ વિધાન અને હિન્દુ પરંપરા મુજબ યોજવામાં આવશે. જેમાં ધાર્મિક સંસ્થાઓના વડાઓ પણ હાજરી આપીને બનુઆઈ માતાજીના અંતિમ દર્શન કરશે.
આ પણ વાંચોઃ Pravin kumar Sobti Passed Away: ''મહાભારત'માં ભીમનું પાત્ર ભજવનાર પ્રવીણ કુમારે 74 વર્ષની વયે દુનિયાને કહ્યું 'અલવિદા'