થોડા દિવસો પહેલા જૂનાગઢ જિલ્લાના ગાદોઈ ટોલનાકા પર ખખડધજ રાષ્ટ્રીય ધોરીમાર્ગને હાલતને લઈને રાજકોટના કેશવ પરમાર નામના વ્યક્તિ ટોલનાકા પર ટેક્સ આપવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો, જેના વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો ઘણી કલાકોની રકઝક બાદ કેશવ પરમાર ત્યાંથી રાજકોટ પરત ફર્યા હતા, પરંતુ રાજકોટ સુધી પહોંચતા ખરાબ રસ્તાને લઈને જે પ્રકારે સરકાર.ટેક્સ ઉઘરાવી આવી રહી છે, પરંતુએ મુજબના રોડ-રસ્તાઓ નહીં હોવાને કારણે તેઓ હવે પગપાળા આંદોલનને માર્ગે નીકળ્યા છે.
કેશવ પરમારે જણાવ્યું હતુ કે, સમગ્ર વિશ્વ ભારતને અહિંસક આંદોલનના પ્રણેતાના રૂપમાં આજે પણ ઓળખી રહ્યું છે, જેની એક મિસાલ છે મહાત્મા ગાંધીએ અંગ્રેજોના કાળા કાયદાની સામે અહિંસક અને અસરકારક લડાઇ લડીને આ દેશને આઝાદ કરાવ્યો હતો, આવા જ કાયદાના વિરોધમાં રાજકોટના કેશવ પરમાર પણ અહિંસક પદયાત્રાએ નીકળ્યા છે. એમનો વિરોધ ફક્ત એટલો છે કે તમે જે સુવિધા આપો છો તેનો ટેક્સ ભરવા માટે તૈયાર છે પણ તમે જે ટેક્સ અમારી પાસેથી વસૂલ કરી રહ્યા છો તે પ્રકારની સુવિધા અમને મળતી નથી માટે અમે ટેક્સ આપવા તૈયાર નથી. આ શબ્દો ગાંધીજીના નમક સત્યાગ્રહને યાદ અપાવે તેવા છે દેશમાં જ પાક તુ મીઠું દેશના જ લોકો જેનું ઉત્પાદન કરે અને તેની પાસેથી જ ટેક્સ લેવામાં આવે તેવા અંગ્રેજોના કાયદાને ગાંધીએ ચપટી મીઠુ ઉપાડીને ભંગ કર્યો હતો તેવી જ રીતે કેશવ પરમાર ટોલ ટેક્સના કાળા કાયદાની વિરુધ્ધમાં પગપાળા યાત્રાએ નીકળ્યા છે, જેમાં તેને કેટલા વાહન ચાલકોનો ટેકો મળશે તે આવનારો સમય બતાવશે.