જૂનાગઢ: સોમનાથને બચાવવા માટે વિધર્મીઓના આક્રમણ સામે શહીદી વહોરનાર લાઠીના હમીરજી ગોહિલની યાદ તાજી થાય અને યુવાનો હમીરજી ગોહિલની જીવનયાત્રામાંથી પ્રેરણા મેળવે તેવા ઉદ્દેશ સાથે ભાવનગરના તળાજાથી નવ અશ્વો સાથેની યાત્રા આજે સોમનાથ ખાતે પૂર્ણ થઈ હતી. જેમાં તળાજાના રમજુબાપુએ યાત્રાની આગેવાની લીધી હતી. યાત્રાના હમીરજી ગોહિલની વાર્તા અને શહાદત અંગે વાકેફ કર્યા હતા.
નવ અશ્વોની સાથે કરી સોમનાથની યાત્રા: ભાવનગરના તળાજાથી 9 અશ્વો સાથેનું એક મંડળ લાઠીના વીર હમીરજી ગોહિલની શોર્યગાથા અને વિધર્મીઓના આક્રમણ સામે સોમનાથ મંદિરને બચાવીને શાહિદ થયા હતા. તેમની આ શહાદત યુવાનોમાં પહોંચે તે માટે નવ અશ્વ સાથેની યાત્રા ભાવનગરના તળાજાથી નીકળી હતી. જે આજે સોમનાથ મંદિર પરિસર ખાતે પહોંચતા અહીં હમીરજી ગોહિલની સ્મૃતિ અને તેમની પ્રતિમાનું પૂજન કરીને સોમનાથને વિધર્મીઓના આક્રમણ સામે બચાવીને અદમ્ય સાહસ અને વીરતાનું જે ઉદાહરણ હમીરજી ગોહિલ અને તેમના લડવૈયાઓએ પૂરું પાડ્યું હતું તે આધુનિક સમયના યુવાનોમાં વધુ મજબૂત બને તેવા હેતુ સાથે નવ અશ્વો સાથેની યાત્રા સોમનાથ ખાતે આવી પહોંચી હતી. જેનું સ્વાગત સોમનાથ ટ્રસ્ટના અધિકારીઓ અને શિવભક્તોએ કર્યું હતું.
આ પણ વાંચો Sparsh mahostav ahmedabad: જૈનાચાર્ય દ્વારા લખવામાં આવેલ 399 પુસ્તકોની નીકળી શોભાયાત્રા
હમીરજી ગોહિલની યાદમાં કરાઈ યાત્રા: વીર હમીરજી ગોહિલ સોમનાથ પર થયેલા વિધર્મીઓના આક્રમણ સામે લડવા માટે લાઠીથી સોમનાથ પહોંચ્યા હતા ત્યારે રસ્તામાં તેમની સાથે અનેક યોદ્ધાઓ સામેલ થયા હતા. વિધર્મીઓના આક્રમણ સામે હમીરજી ગોહિલે મક્કમ મુકાબલો કર્યો હતો ત્યારે હમીરજી ગોહિલની અદમ્ય સાહસ અને વિરતાની વાતો ફરી એક વખત લોકોના માનસ પટ પર જીવંત બને તે માટે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો Uttarardha Mahotsav 2023: મોઢેરાના સુર્ય મંદિર ખાતે નૃત્ય, કલા અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ સર્જાયો
અશ્વ યાત્રા સાહસની સાથે ધાર્મિક દ્રષ્ટિએ પણ મહત્વની: વધુમાં અશ્વ સનાતન ધર્મ સંસ્કૃતિ અને ધાર્મિક શાસ્ત્રોમાં વિશેષ સ્થાન ધરાવે છે. ધાર્મિક માન્યતા અનુસાર વેદોની રક્ષા માટે ભગવાન વિષ્ણુ દ્વારા હયગ્રિવ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેને શાસ્ત્રોમાં ભગવાન વિષ્ણુને અશ્વનું મુખ ધરાવતા હયગ્રિવ સ્વરૂપને વેદો અને સંસ્કૃતિના રક્ષક તરીકે આજે પણ ઓળખવામાં આવે છે. સનાતન ધર્મ સંસ્કૃતિમાં અશ્વ પવિત્ર સ્થાન ધરાવે છે. જેને લઈને ધર્મ શાસ્ત્રોમાં અશ્વના પૂજનનો વિશેષ ઉલ્લેખ પણ જોવા મળે છે. આજની અશ્વ યાત્રા સાહસની સાથે ધાર્મિક દ્રષ્ટિએ પણ મહત્વની માનવામાં આવે છે.