ETV Bharat / state

Ashadhi Beej 2023 : મજેવડીના દેવતણખી ધામમાં અષાઢી બીજની ભવ્ય ઉજવણી, દેવાયત પંડીતને દેખાયા હતા પરચા - Blacksmith Society Fair

જૂનાગઢના મજેવડી ગામના દેવતણખી ધામમાં અષાઢી બીજના દિવસે ભવ્ય આયોજન કરવામાં આવે છે. જ્યાં દેવતણખી બાપાની સાથે તેમની પુત્રી લીરલ માતાજીની સમાધિ લીધી હતી. તેમજ દેવાયત પંડીતે દેવતણખી બાપાના પરચા જોવા મળ્યા હતા. દેવતણખી બાપાએ ગરમા ગરમ પગ પર ધરી રાખી હતી. જે પરચા આજે પણ ધામમાં હાજરા હજૂર જોવા મળે છે.

Ashadhi Beej 2023 : મજેવડીના દેવતણખી ધામમાં અષાઢી બીજની ભવ્ય ઉજવણી, દેવાયત પંડીતને દેખાયા હતા પરચા જાણો ઈતિહાસ

author img

By

Published : Jun 19, 2023, 10:05 PM IST

મજેવડીના દેવતણખી ધામમાં અષાઢી બીજની ભવ્ય ઉજવણી

જૂનાગઢ : જૂનાગઢ નજીક આવેલા મજેવડી ગામમાં દેવતણખી ધામમાં અષાઢી બીજની ધાર્મિક વિધિ વિધાન અને પૂજન સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. અષાઢી બીજના દિવસે મોટી સંખ્યામાં ભક્તો અને ખાસ કરીને લુહાર સમાજના વ્યક્તિઓ દેવતણખી બાપાના દર્શન એ આવે છે. તેમની જાગૃત સમાધિના દર્શન કરીને તેમની જાતને ધન્ય કરે છે. ધાર્મિક ગ્રંથોમાં ઉલ્લેખ થયા મુજબ તે દિવસે દેવતણખી બાપાએ જીવતા સમાધિ લીધી હતી. તેને લઈને પણ અષાઢી બીજના દિવસે દેવતણખી ધામમાં દેવતણખી બાપાની સાથે તેમની પુત્રી લીરલ માતાજીની જાગૃત સમાધિના દર્શન કરીને ભક્તો પોતાની જાતને ધન્ય કરે છે.

દેવતણખી બાપાની પરીક્ષા દેવાયત પંડીતે કરી : ધાર્મિક ગ્રંથોમાં ઉલ્લેખ થયા મુજબ દેવાયત પંડીતે દેવધણખી બાપાની પરીક્ષા કરી હોવાનું માનવામાં આવે છે. દેવાયત પંડીત પોતાના ગુરુની શોધમાં ગિરનાર તરફ આવી રહ્યા હતા, ત્યારે મજેવડી નજીક તેમના ગાડાની ધરી તૂટી ગઈ હતી. દેવાયત પંડીતે મજેવડીના લુહાર દેવતણખી બાપાને ત્યાં જઈને લોખંડની ધરી સાધી આપવાની વાત કરી હતી, પરંતુ લુહાર સમાજની ધાર્મિક પરંપરાને લઈને અગિયારસના દિવસે ભઠ્ઠી ચાલુ કરીને લોખંડને ગરમ કરવું ધાર્મિક આસ્થાની વિરુદ્ધમાં હતું. તેમ છતાં દેવાયત પંડિતે લોખંડની ધરીને સાધી આપવાની જીદ કરતા તેમણે પોતે ભઠ્ઠીને પ્રગટાવી અને લોખંડ ગરમ કરી એરણ પર રાખતા હથોડાનો ઘા નહીં ઝીલી શકીને એરણ પાતાળમાં પહોંચી ગયું હતું.

દેવાયત પંડીતને દેખાયા હતા પરચા દેવતણખી બાપાના

પરચાથી દેવાયત પંડીત થયા અવાચક : લોખંડનું એરણ પાતાળમાં પહોંચી જતા દેવાયત પંડીત ખુબ અવાચક બની ગયા હતા, ત્યારબાદ દેવાયત પંડીતની લોખંડની ગરમ ધરીને દેવતણખી બાપાએ તેમના પગ પર ધરી રાખીને તેના પર હથોડાનું ઘા ઝીકી તેને સાધી આપી હતી. દેવતણખી બાપાના પરચા જોઈને દેવાયત પંડીત અવાચક અને દિગ્મૂઢ બની ગયા હતા. દેવતણખી બાપાના આ પરચાની આજે પણ હાજરા હજૂર સાક્ષી દેવતણખી ધામમાં આવેલી તેમની જીવંત સમાધિ આપી રહી છે.

દેવતણખી ધામ
દેવતણખી ધામ

પુત્રી લીરલ માતાજીની સમાધિ : દેવતણખી બાપાના પરચા આજે પણ ધામમાં હાજરા હજૂર જોવા મળે છે. દેવતણખી બાપા પોતે આત્મજ્ઞાની હોવાને કારણે પણ તેની પૂજા કરવામાં આવે છે. અષાઢી બીજના દિવસે તેઓ નશ્વર દેહને છોડીને જતા રહેશે અને તેમના માટે દેવતણી ધામમાં સમાધિની તૈયારી કરવામાં આવે તેવી વાત તેમના ભક્તોને કરી હતી. આ વાત સાંભળીને તેમની પુત્રી લીરલ માતાજી પણ દેવતણખી બાપાની સાથે સમાધિ લેવા માટે તૈયાર થઈ જાય છે. ધાર્મિક ગ્રંથોમાં કરવામાં આવેલા ઉલ્લેખ મુજબ તે દિવસે દેવતણખી દાદા અને તેમની પુત્રી લીરલ માતાજીએ જીવતા જીવત સમાધિ લીધી હતી, ત્યારથી અષાઢી બીજના દિવસે દેવતણખી ધામમાં ધાર્મિક પૂજા અને દર્શનનું વિશેષ મહત્વ જોવા મળે છે.

  1. Ahmedabad Rathyatra 2023: પ્રથમવાર 3D મેપિંગ દ્વારા રથયાત્રા પર રખાશે બાજ નજર, ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ કર્યું નિરીક્ષણ
  2. Patan Rath Yatra 2023 : પાટણમાં રથયાત્રાના રૂટ પર પોલીસે ફ્લેગ માર્ચ કરી, સાયરનથી વાતાવરણ ગુંજી ઉઠ્યું
  3. Ashadhi Beej: અષાઢી બીજ એટલે કે કચ્છી નવું વર્ષ, ઉજવણીનો ઇતિહાસ છે કંઈક અદ્ભુત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.