ETV Bharat / state

અરવિંદ કેજરીવાલે જુનાગઢમાં કર્યો રોડ શો જાહેરમાં કર્યો પ્રેમનો સ્વીકાર - gujrat assembali election 2022

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ આજે જુનાગઢ જિલ્લાના પ્રવાસે છે. તેઓએ ત્યાં રોડ શો (CM Arvind Kejriwal road show IN Junagadh) કરીને પોતે ગુજરાતના રાજકારણમાં પ્રેમમા ગળાડૂબ બન્યા છે તેનો સ્વીકાર કર્યો હતો.

અરવિંદ કેજરીવાલે જુનાગઢમાં કર્યો રોડ શો જાહેરમાં કર્યો પ્રેમનો સ્વીકાર

author img

By

Published : Nov 8, 2022, 4:21 PM IST

Updated : Nov 8, 2022, 4:43 PM IST

જૂનાગઢ: દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ આજે જુનાગઢ જિલ્લાના પ્રવાસે(Arvind Kejriwal Junagadh visit)છે, પ્રથમ ચરણમાં જુનાગઢ ખાતે રોડ શોનું (CM Arvind Kejriwal road show IN Junagadh) આયોજન કરાયું હતું. જેમાં કેજરીવાલે જાહેરમાં ગુજરાતના રાજકારણમાં પોતે પ્રેમમા ગળાડૂબ બન્યા છે તેવો સ્વીકાર કર્યો હતો અને આગામી રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ ને સત્તા પરથી દૂર ફેંકીને આમ આદમી પાર્ટીની સરકાર લોકો બનાવે તેવી વિનંતી પણ કરી હતી.

અરવિંદ કેજરીવાલે જુનાગઢમાં કર્યો રોડ શો જાહેરમાં કર્યો પ્રેમનો સ્વીકાર
અરવિંદ કેજરીવાલે પ્રેમનો જાહેરમાં કર્યો સ્વીકાર: આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party latest news) રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આજે એક દિવસ જૂનાગઢ જિલ્લાના પ્રવાસે આવ્યા છે, આજે પ્રથમ ચરણમાં જુનાગઢ બાદ બીજા ચરણમાં કેશોદ અને માંગરોળ ખાતે પણ અરવિંદ કેજરીવાલના રોડ શોનું (Arvind Kejriwal junagadh road show) આયોજન કરાયું છે. આજે જુનાગઢ આવેલા કેજરીવાલે જાહેરમાં પ્રેમનો સ્વીકાર કર્યો છે. પોતે પાછલા ઘણા સમયથી ગુજરાત આવી રહ્યા છે, ગુજરાતે તેને પ્રેમ આપ્યો છે અને તેના બદલામાં તેઓ હવે ગુજરાતના પ્રેમમાં ગળા ડૂબ બન્યા છે તેવો રોડ શો પરથી સ્વીકાર કર્યો હતો. ભાજપ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, ભાજપ ગુંડાઓની પાર્ટી છે આગામી રાજ્ય વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓમાં ભાજપને ઉખેડી ફેંકવા અને આમ આદમી પાર્ટીની સરકાર બનાવવા સૌ લોકોને અપીલ કરી હતી.

ભાજપ અરવિંદ કેજરીવાલની કરે ધરપકડ: આજે જુનાગઢ રોડ શોમાં (Arvind kejriwal at junagadh) ભાગ લેવા આવેલા અરવિંદ કેજરીવાલે માધ્યમો સમક્ષ વાત કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અરવિંદ કેજરીવાલને આતંકવાદી અને ખાલિસ્તાની તરીકે પંજાબની ચૂંટણીમાં ચીતર્યા હતા. પરંતુ પંજાબના મતદારોએ તેમને જાકારો આપીને આમ આદમી પાર્ટીના ઉમેદવારોમાં વિશ્વાસ વ્યક્ત કરી તેમને ધારાસભ્ય બનાવવામાં મદદ કરી હતી, ત્યારે હવે ફરી એક વખત ભાજપ અને વડાપ્રધાન મોદી અરવિંદ કેજરીવાલને ભ્રષ્ટાચારી સાબિત કરવા મથી રહી છે. આજે જુનાગઢ ખાતેથી ભાજપ અને તપાસ એજન્સીઓને અરવિંદ કેજરીવાલે પડકાર ફેંક્યો હતો અને કોઈ પણ મામલામાં તેમની ધરપકડ કરવાની વાત કરી હતી.

Last Updated : Nov 8, 2022, 4:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.