ETV Bharat / state

Mahashivratri 2023: 134 વર્ષથી અડીખમ છે ગિરનાર પર્વતના આ પગથિયાં - girnar lottery ticket

વર્ષ 1889માં ગિરનાર પર્વત પર બનાવવામાં આવેલી સીડી અને પગથિયાં આજે તેના નિર્માણના 134 વર્ષ પૂર્ણ (ambaji girnar steps completed 134 years) કરીને 135માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. ગિરનાર પર્વત પર વર્ષ 1889માં પગથિયાંની સાથે સીડી (junagadh girnar stairs build year) બનાવવાનું કામ શરૂ થયું હતું. જેનુ કામ અંદાજીત 16 વર્ષ સુધી ચાલ્યું હતું. જેમાં જે તે સમયે 3 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો અને અંતે વર્ષ 1908માં 9,999 પગથિયાં સાથેની ગિરનારની સીડી બનીને તૈયાર થઈ જતા તેને ભાવિકો માટે ખુલ્લી મૂકવામાં આવી હતી. history of junagadh girnar

Etv Bharatગિરનાર પર્વતના પગથિયાં
Etv Bharatગિરનાર પર્વતના પગથિયાં
author img

By

Published : Jan 3, 2023, 6:00 PM IST

Updated : Feb 17, 2023, 9:17 AM IST

134 વર્ષથી હજડબમ ગિરનાર પર્વત પર બનાવવામાં આવેલી સીડી

જૂનાગઢ: ગિરનાર પર્વત પર બનાવવામાં આવેલી સીડી અને પગથિયાં આજે તેના નિર્માણના 134 વર્ષ પૂર્ણ (ambaji girnar steps completed 134 years) કરીને 135માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. જૂનાગઢના દૂરંદેશી નવાબ તરીકે કામ કરતા રસુલખાન બાર્બી બહાદુર દ્વારા (junagadh girnar stairs build year) વર્ષ 1889માં ગિરનાર પર્વત પર સીડી અને પગથિયાં બનાવવાનો વિચાર કરવામાં આવ્યો હતો. આ વિચારને ફળીભૂત થતા 16 વર્ષ જેટલો સમય વિતી ગયો અને તેની પાછળ 3 લાખ રૂપિયાનો ખર્ચ થયો અને અંતે વર્ષ 1908માં ગિરનાર પર્વત પર 9,999 પગથિયાં માટે સમગ્ર રાજ્ય સહિત દેશમાં ઓળખાતો થયો.

ambaji girnar steps completed 134 years history of junagadh girnar stairs build year
ગિરનાર પર્વતના પગથિયાં

હિમાલયનો દાદા ગુરુ: ભાવિકોને અનુકૂળ અને ઈજનેરની દ્રષ્ટિએ ઉત્તમ એવી સીડી બનીને તૈયાર થઇ જતાં અંતે તેને ભાવિકો માટે ખુલ્લી મૂકવામાં આવી હતી. ગિરનારને હિમાલયનો દાદા ગુરુ માનવામાં આવે છે. આ ધાર્મિક સ્થળ ખૂબ જ મહત્વ ધરાવતું હતું પરંતુ ગિરનાર પર્વત પર બિરાજેલા ગુરુ દત્તાત્રેય અને મા અંબાજીના દર્શન કરવા માટેની કોઇ વ્યવસ્થા જેતે સમયે ન હતી ત્યારે જૂનાગઢના નવાબે સીડી અને પગથિયાં બનાવવાનો વિચાર કર્યો અને તેને જૂનાગઢના શ્રેષ્ઠીઓએ વિચારને અંજામ આપીને ગિરનાર પર્વત પર મુશ્કેલ કહી શકાય તે પ્રકારે 9,999 પગથિયાંનું નિર્માણ આજથી 118 વર્ષ પૂર્વે પરિપૂર્ણ કર્યું હતું. (history of junagadh girnar)

આ પણ વાંચો: ગિરનારની લીલી પરિક્રમાને લઈને ઉતારા મંડળો થયા સજ્જ

પગથિયાં બનાવવા જૂનાગઢ લોટરીની શરૂઆત: ગિરનાર પર્વત પર અતિ મુશ્કેલ અને કપરુ કહી શકાય તે પ્રકારની સીડી અને પગથિયાં બનાવવા માટે વર્ષ 1889માં જુનાગઢ લોટરીની શરૂઆત (girnar lottery ticket) કરવામાં આવી હતી. જૂનાગઢના પૂર્વ દિવાન હરિદાસ વિહારી દાસ અને ડો.ત્રિભુવનદાસ મોતીચંદના પ્રયત્નથી જુનાગઢ લોટરીની શુભ શરૂઆત કરવામાં આવી હતી. જેને લઈને જુનાગઢની બોલબાલા અને ગ્રાહકો ખૂબ વધી ગયા છે. જેના પરિણામે વર્ષ 1889માં લોટરીની આવકમાંથી અંદાજિત 3 લાખ રૂપિયા ખર્ચ કરીને ગિરનારની સીડી અને પગથિયાંને પરિપૂર્ણ કરવામાં આવ્યા હતા. આજથી 134 વર્ષ પૂર્વે ઇજનેરી જગત પણ બિલકુલ સુષુપ્ત અવસ્થામાં હશે, આવા સમયે ઇજનેરી દ્રષ્ટિએ પણ ખૂબ મુશ્કેલ કહી શકાય તે પ્રકારનું નિર્માણ ગિરનાર પર્વત પર પરિપૂર્ણ થયું હતું.

આ પણ વાંચો: જગ જૂની સોરઠ અને ગઢ જુનો ગિરનાર: વહેલી સવારે ગિરનારનું પ્રાકૃતિક સૌંદર્ય થયું કેમેરામાં કેદ

આધુનિક ઈજનેરી જગત માટે ઉત્તમ દ્રષ્ટાંત: ગિરનાર પર્વત પર 9,999 પગથિયાં સાથેની બનેલી સીડી આજે પણ ઈજનેરી જગત માટે ઉત્તમ દૃષ્ટાંત પૂરું પાડે છે. 134 વર્ષ પૂર્વે ઇજનેરી કલા કૌશલ્યનો ઉદય થયો ન હતો. ઈજનેરી ક્ષેત્રમાં આજે જે સાધન અને સામગ્રી વાપરવામાં આવી રહી છે, તેવા એક પણ પ્રકારના સાધન કે સામગ્રીનો વપરાશ થતો ન હતો. માત્ર કુહાડી, ટાકણું અને હથોડી તેમજ માનવ શ્રમને કારણે 9,999 જેટલાં પગથિયાં બનાવવામાં જે તે સમયના કુશળ કારીગરોને સફળતા મળી હતી. ગિરનાર પર્વતના કારમીટ પથ્થરોને કુહાડી ટાકણા અને હથોડાની મદદથી તોડતા જવાનું અને તેમાંથી જે પથ્થર મળે તેમાથી પગથિયાં બનાવીને 4,000 ફૂટની ઊંચાઈ પર કામ પૂર્ણ કરવુ આજે પણ એક ચમત્કાર માનવામાં આવે છે. જે 134 વર્ષ પહેલાથી હકીકત બનીને કોટી કોટી ભાવિકોને દત્તાત્રેય અને મા અંબાજીના દર્શન કરાવી ચુક્યા છે.

Last Updated : Feb 17, 2023, 9:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.