ખાસ કરીને જોઇએ તો હાલ ચણાની ખરીદી શરૂ કરાઇ છે અને ખેડુતો પોતાનો માલ લઈને માર્કેટીંગ યાર્ડ ખાતે વેચાણ કરવા આવી રહ્યાં છે ત્યારે શનીવારે માંગરોળ ખાતે ખેડુતો સવારે ચાર વાગ્યાથી લાઇનો લગાવીને ઉભા હતા પરંતુ, યાર્ડ ખાતે કર્મચારી દ્વારા કહેવામાં આવ્યું કે પોતાનું ટ્રેકટર નીચે ઠલાવીને નમુના લેવાશે પરંતુ, ખેડુતોએ માગ કરી કે નીચે ઠલવીને નમુના લેવા સામે કોઈ પ્રકારનો વાંધો નથી પરંતુ, માલ રીજેક્ટ થાય તો ફરીથી ટ્રેકટર ભરવાની મજુરી સરકાર આપે તેવી ખેડુતોએ માંગ કરતાં મામલો બીચકયો હતો અને ખેડુતોએ હોબાળો મચાવ્યો હતો.
ખરીદી બંધ કરીને આખરે પોલીસને બોલાવવી પડી હતી ત્યારબાદ પોલીસે મામલો થાળે પાડતાં ફરી ચણાની ખરીદી શરૂ કરાઇ હતી ત્યારે આ બાબતે ખેડુતોનું કહેવું છે કે ટ્રેકટર ઉપરથી જ નમુના લેવાની માંગ સાથે ખેડુતો માંગરોળના મામલતદારને રજુઆત કરશે.