જૂનાગઢ: શહેર અને ગ્રામ્યની PGVCL કચેરીમાં (Gujarat Electricity Department)વીજળીનો છેડચોક વ્યય થઈ રહ્યો છે. એક તરફ રાજ્યનો ઉર્જા વિભાગ વીજળીની સમજદારી પૂર્વક અને વ્યય ન થાય તે માટે ઉપયોગ કરવાની સુફીયાણી સલાહો આપી રહ્યો છે તેની વચ્ચે જૂનાગઢ ગ્રામ્ય અને શહેરી PGVCL કચેરીમાં ઓફિસ વાતાનુકુલિત (Junagadh PGVCL)કરવામાં આવી રહી છે. આ સરકારી નિયમનો છેડચોક ભંગ માનવામાં આવે છે.
નિયમોનો ખુલ્લેઆમ ભંગ - વર્ગ 3ના કર્મચારીઓ અને નાયબ ઇજનેર કક્ષાના અધિકારીની ઓફિસો તેમજ મીટર ટેસ્ટિંગ લેબોરેટરીને પણ વાતાનુકુલિત બનાવવામાં આવી છે. જે સરકારી પરિપત્રનો ખુલ્લેઆમ ભંગ માનવામાં આવે છે વાતાનુકુલિત આપવાને લઈને રાજ્ય સરકારનો પરિપત્ર છે તેની મર્યાદામાં જૂનાગઢની ઓફિસોમાં આપવામાં આવેલું વાતાનુકુલિત વ્યવસ્થા નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરી રહી છે.
આ પણ વાંચોઃ PGVCL raids in Jamnagar: ત્રીજા દિવસે ચેકીંગમાં 20.80 લાખની વીજ ચોરી ઝડપાઇ
સમગ્ર મામલામાં અધિક્ષક ઇજનેરે આપ્યો પ્રતિભાવ - સમગ્ર મામલામાં જૂનાગઢ અધિક્ષક એજમેન્ટ પાઘડારે વાતાલુકુલિત ઓફિસ, લેબોરેટરી અને કર્મચારીઓને બેસવાની જગ્યાને લઈને પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે હાલ ઓફિસમાં રીનોવેશનનું કામ ચાલી રહ્યું છે માટે કર્મચારીઓ અને અધિક્ષકને વાતાનુકુલિત ઓફિસ અને કચેરીમાં બેસી રહ્યા છે. ઓફિસનું રીનોવેશન કામ પૂર્ણ થયા બાદ તમામ કર્મચારીઓ તેની નિર્ધારિત જગ્યાએ કામ કરવા માટે જશે જ્યાં વાતાનુકુલિત વ્યવસ્થા ઊભી કરવામાં આવશે નહીં.
આ પણ વાંચોઃ ગુજરાતમાં વધુ એક પરિક્ષામાં છબરડા સામે આવ્યા: અહી 20 ઉમેદવારોના પેપર સીલ ખુલ્લા જોવા મળ્યા
વીજળી બચાવવાની સુફિયાણી સલાહ - હાલ કર્મચારીઓ મીટર ટેસ્ટિંગ લેબોરેટરી અને અધિક્ષક ઈજનેર કક્ષાના નાયબ અધિકારી વાતાનુકુલિત ઓફિસમાં બેસીને કામ કરી રહ્યા છે. રાજ્ય સરકારે પણ વાતાનુકુલિત ઓફિસ મળવાને લઈને ગેજેટેડ અધિકારીનો સમાવેશ કર્યો છે. પરંતુ જૂનાગઢ PGVCLની ગ્રામ્ય અને શહેરી કચેરીમાં વાતાનુકુલિત સુવિધા આપવામાં આવી રહી છે. ત્યાં એક પણ ગેજેટેડ અધિકારી બેસતા નથી ત્યારે લોકોને વીજળી બચાવવાની સુફિયાણી સલાહ આપતો વીજ વિભાગ પોતાના કર્મચારીઓને સલાહનું પાલન કરવા માટે આગળ આવે તે વધુ ઇચ્છનીય અને યોગ્ય ગણાશે.