સરકાર દ્વારા વાહનોમાં નવા કાયદા મુજબ તમામ ગાડીના ડોક્યુમેન્ટ વિમો PUC લાયસન્સ સહીતના તમામ ડોકયુમેન્ટ સાથે રાખવાનો કાયદો આવતાની સાથે જ RTO એજન્ટને ઘી કેળાં જેવી પરિસ્થીતી બની છે. ત્યારે માંગરોળમાં એક RTO એજન્ટ નગરી નામની પેઢીમાં ડુપ્લીકેટ PUC નીકળતી હોવાનો એક ગ્રાહક દ્વારા આક્ષેપ કરાયો છે. તેના વિરૂધ્ધ પોલીસમાં અરજી કરાઇ છે અને ન્યાયની માંગ કરી છે, જેમાં ગ્રાહકે ત્યાંથી PUC કઢાવતાં જુની તારીખમાં PUC અપાતા ગ્રાહકે પુછતા PUC ફાડી નાખીને પુરાવાનો નાશ કરતા આ ગ્રાહક દ્વારા માંગરોળ પોલીસને લેખીત ફરીયાદ કરાતા તપાસ હાથ ધરાઇ છે.
RTOનું નવું અપડેટ લાગુ કરવાના હોય જેથી હાલ PUC બંધ હોવા છતાંપણ માંગરોળમાં જુની તારીખમાં બોગસ PUC કાઢી આપવાનો ધંધો શરૂ થયો છે. જયારે હાલતો માંગરોળ પોલીશ સ્ટેશનમાં ફરીયાદની તજવીજ હાથ ધરાઇ છે. પરંતુ આવનારા સમયમાં શું થશે તે તો જોવાનું જ રહયું.