જૂનાગઢ : આગામી 17 મી તારીખથી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવની નિશ્રામાં સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ શરૂ થવા જઈ રહ્યો છે, ત્યારે આજથી એક હજાર વર્ષ પૂર્વે મૂળ સોમનાથના, પરંતુ ત્યારબાદ સ્થળાંતર કરી ચૂકેલા ગુજરાતી તમિલ પરિવારો સંસ્કૃતિ ધર્મ રીતરિવાજ અને વિધિ વિધાન સાથે ફરી એક વખત માતૃભૂમિના ઋણાનુબંધ સાથે જોડાવા જઈ રહ્યા છે. પોરબંદર, દ્વારકા, રાજકોટ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પણ યોજવામાં આવ્યો છે.
17 મી તારીખે સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ : આગામી 17 મી એપ્રિલના દિવસે સોમનાથ મહાદેવની નિશ્રા અને તેની હાજરીની વચ્ચે મૂળ સૌરાષ્ટ્રના, પરંતુ હાલ તમિલનાડુ રાજ્યમાં સ્થાઈ બનેલા સૌરાષ્ટ્રની તમિલ સંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પાછલા એક મહિનાથી રાજ્ય અને કેન્દ્ર સરકાર તેમજ સોમનાથ ટ્રસ્ટ દ્વારા કાર્યક્રમને લઈને તમિલનાડુમાં અનેક મુલાકાતો યોજવામાં આવી છે. મૂળ સોમનાથના, પરંતુ આજથી 1000 વર્ષ કરતા પણ પૂર્વે સોમનાથમાં થયેલા આક્રમણ બાદ અહીંથી સ્થળાંતરિત થઈને તમિલનાડુમાં સ્થાયી થયેલા મૂળ સૌરાષ્ટ્રના લોકો માટે આ કાર્યક્રમનું આયોજન થયું છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજરી આપે તેવી તમામ શક્યતાઓ જોવાઈ રહી છે. હાલ કાર્યક્રમને લઈને સોમનાથ ટ્રસ્ટ તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પણ પ્રાથમિક તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
ઈ.સ 1024 માં થયું સામૂહિક સ્થળાંતર : સનાતન ધર્મની દંતકથા મુજબ સોમનાથ મહાદેવની જાહોજહાલી અને તેના સુવર્ણ ઇતિહાસને લઈને દ્વારા અનેક વખત સોમનાથ પર સંપત્તિ અને સોનુ લૂંટવા તેમજ ધાર્મિક સ્થાનને તોડવા માટેના પ્રયાસો થયા હતા તેને ધ્યાન રાખીને આજથી હજાર વર્ષ પૂર્વે સૌરાષ્ટ્રના લોકો અહીંથી સ્થળાંતરિત થઈને ભારતના દક્ષિણ રાજ્ય એવા તમિલનાડુમાં સ્થાયી થયા હતા. જેને ફરી એક વખત માતૃભૂમિના ઋણાનુંબંધ સાથે જોડવાનો ઐતિહાસિક કાર્યક્રમ યોજવા જઈ રહ્યો છે. જેમાં મૂળ સૌરાષ્ટ્રના, પરંતુ હાલ તમિલનાડુ રાજ્યના જિલ્લાઓમાં સ્થાયી બનેલા લોકો 15 દિવસ માટે સમયાતરે સોમનાથ, દ્વારકા, પોરબંદર, રાજકોટ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવીને માતૃભૂમિ સાથે 1000 વર્ષ બાદ ફરીથી ભાવનાત્મક રીતે ઋણાનુબંધ સાથે જોડાતા જોવા મળશે.
આ પણ વાંચો : Junagadh News : આ શ્રાવક પરિવાર ઉપાશ્રયોને પુરા પાડે છે વિનામૂલ્યે શેકેલા ગાંઠિયા
સૌરાષ્ટ્રીયન તમિલ આજે પણ ધાર્મિક રીતે કાઠીયાવાડી છે : પાછલા 1000 વર્ષ પૂર્વે તમિલનાડુમાં સ્થાયી થયેલા, પરંતુ મૂળ સૌરાષ્ટ્રના તમીલો ધર્મ, લગ્ન, પરંપરા, વ્યાપાર, ઉદ્યોગ, કલા અને સંસ્કૃતિ, ફિલ્મ, રમતગમત અને મહિલા ઉત્થાન જેવા વિષયોમાં આજે પણ કાઠીયાવાડી પરંપરા મુજબ તમામ રીતિ રિવાજો પૂર્ણ કરી રહ્યા છે જે તેમનું અસલ કાઠીયાવાડી સ્વરૂપ દર્શાવે છે. આગામી 17 તારીખે તમિલનાડુના જિલ્લાઓમાં ફેલાયેલા સૌરાષ્ટ્રીયન સોમનાથ ખાતે આયોજિત થઈ રહેલા સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં જોડાઈને હજાર વર્ષ કરતા પણ વધુ જૂની યાદો સાથે ફરી એક વખત જોડાતા જોવા મળશે.
આ પણ વાંચો : Hanuman Janmotsav 2023: અમદાવાદમાં આવતીકાલે હનુમાનજીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન
વર્ષ 2005 માં શરૂ થઈ ચળવળ : મૂળ સૌરાષ્ટ્રના, પરંતુ તમિલનાડુમાં સ્થાયી થયેલા સૌરાષ્ટ્રીયનો ફરી એક વખત માતૃભૂમિ સાથે જોડાય તે માટે વર્ષ 2005માં પ્રથમ વખત રાજકોટની મુલાકાતે આવ્યા હતા, જે તે સમયે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ કમલેશ જોષીપુરા દ્વારા સૌરાષ્ટ્ર તમિલોની ભાવનાઓને મુખ્યપ્રધાન સુધી પહોંચાડવામાં આવી હતી, ત્યારબાદ વર્ષ 2006માં તમિલનાડુના મદુરાઈમાં પ્રથમ વખત સૌરાષ્ટ્રના લોકો અને મૂળ સૌરાષ્ટ્રના તમિલયન સાથે બેઠક થઈ હતી. ત્યારબાદ વર્ષ 2010માં વર્તમાન વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર મહા સંગમ કાર્યક્રમનું આયોજન થયું હતું જેમાં પણ મુખ્યપ્રધાન રહેલા નરેન્દ્ર મોદીએ સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રીયન તમિલો વચ્ચે ઉદ્બોધન કરીને હજાર વર્ષ કરતા પણ જૂની સાંસ્કૃતિક ધાર્મિક સામાજિક અને વૈચારિક સંસ્કૃતિને જોડવાના વિચારો પ્રગટ કર્યા હતા જે આગામી 17મી એપ્રિલે પરિપૂર્ણ થવા જઈ રહ્યા છે.