ETV Bharat / state

આજે ફ્રેન્ડશીપ ડે પર એક એવા મિત્રની વાત કરીએ જેની દોસ્તી સૌથી અનોખી છે

આજે ફ્રેન્ડશિપ ડે છે, ત્યારે આજના દિવસે વહાલા મિત્રો એકબીજાને શુભેચ્છા આપી રહ્યા છે. આજે એક એવા મિત્રની વાત કરવી છે, જેની દોસ્તી સૌથી અનોખી છે. જૂનાગઢના કેશોદમાં રહેતા હરસુખભાઇ ડોબરીયા અને તેના પરિવારને પક્ષીઓ સાથે એવી તો દોસ્તી છે કે, તેને એકબીજા વગર ચાલતું જ નથી, તો જોઈએ પક્ષીઓ અને હરસુખભાઇની અનોખી દોસ્તીની અનોખી દાસ્તાન...

જૂનાગઢ
જૂનાગઢ
author img

By

Published : Aug 2, 2020, 1:42 PM IST

જૂનાગઢ: મિત્રતા તો તમે ઘણી જોઈ હશે, પરંતુ જૂનાગઢ કેશોદના હરસુખભાઇ ડોબરીયા પક્ષીઓ સાથેની મિત્રતા જેવી તમે ક્યાંય નહીં જોઈ હોય. તમને જાણીને આનંદ થશે કે, હરસુખભાઇ ડોબરીયા છેલ્લા 20 વર્ષથી આ રીતે પક્ષીઓને ભોજન પૂરું પાડે છે. તેમજ પક્ષીઓ પણ નિયમત રીતે હરસુખભાઇના ઘેર પહોંચી જાય છે. હરસુખભાઇ એક ખેડૂત છે અને પોતાના ઘરે જ છત ઉપર એક ખાસ પ્રકારનું પ્લેટફોર્મ બનાવ્યું છે. તેમાં દરરોજ સવાર સાંજ બાજરીના ડૂંડા અને મગફળીના દાણા તેમજ જુવારની ચણ નાખે છે અને અને પછી એક બે બક્ષીઓ નહીં પરંતુ ત્રણ હજાર જેટલા પક્ષીઓ આવે છે. પક્ષીઓમાં સૌથી વધુ પોપટ, સુગરી, દેશી ચકલી, કબૂતર અને હોલા જેવા પક્ષીઓ કોઈ પણ પ્રકારના ભય વગર ભોજન આરોગે છે અને પછી પોતાના માળામાં ચાલ્યા જાય છે.

આજે ફ્રેન્ડશિપ ડે છે આજના કેશોદમાં રહેતા અનોખા દોસ્તીની અનોખી દાસ્તાન
કેશોદના આ હરસુખભાઇ ડોબરીયાનો પરિવાર પણ પક્ષીપ્રેમી છે. પક્ષીઓ પર પ્રેમ અને લાગણી એટલી છે કે, સવારના વહેલા પાંચ વાગ્યે ઘરના સભ્યો ઉઠી જાય છે અને સૌ પહેલા પક્ષીના ભોજન ની વ્યવસ્થામાં લાગી જાય છે. હરસુખભાઇ પક્ષીઓ માટે પહેલેથી જ બાજરીના ડૂંડા ખરીદીને ગોડાઉનમાં મૂકી રાખે છે. પક્ષીઓના ચણ માટે દર વર્ષે બજેટ વધતું જાય છે, 500 રૂપિયાની ચણની ખરીદીથી તેઓએ આ અભિયાન શરૂ કર્યું હતું. આ અભિયાનમાં આ વર્ષે એક લાખ રૂપિયાની ચણની ખરીદી કોઈપણ ફંડ ફાળા વગર કરી છે. હરસુખભાઇના પત્ની રમાબેન કહે છે કે, અમારે તો પક્ષીઓ સાથે લાગણીના સંબંધ બંધાઈ ગયા છે. જ્યારથી પક્ષીઓ અમારે ત્યાં આવવા લાગ્યા ત્યારથી અમારે ખુબજ સારું છે અને ધંધામાં ખૂબજ બરકત થઇ રહી છે.જયારે ખેતીમાં ઝેરી જંતુનાશક દવાઓના ઉપયોગને કારણે પક્ષીઓના મોત થઇ રહ્યાં છે. ત્યારે હરસુખભાઇ પક્ષીઓને જે અનાજના દાણા ખવરાવે છે. ઓર્ગેનિક ખેતરોમાં ઉગેલા ઘાન્યની જ તેઓ ખરીદી કરે છે અને તેના માટે તે અનેક ગામના અનેક ખેતરો ખૂંદી પક્ષીઓને કોઈપણ જાતનું નુકશાન ન થાય તેની ખાસ કાળજી રહી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.