જૂનાગઢઃ અષાઢી બીજના દિવસે સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે, પરંતુ કોરોના વાઇરસના સંક્રમણને કારણે જૂનાગઢમાં પણ અષાઢી બીજની ઉજવણી મર્યાદિત અને સાદાઈથી કરવામાં આવી હતી. સવારથી જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાને નવા વાઘાનો શણગાર કરવામાં આવ્યો હતો અને મંદિર પરિસરમાં જ હોમાત્મક યજ્ઞનું આયોજન કરાયું હતું.
અષાઢી બીજની ઉજવણી કરવામાં આવી રહી છે. કોરોના વાઇરસના સંક્રમણની પગલે અષાઢી બીજની ઉજવણી મર્યાદિત અને સાદાઈથી કરવામાં આવી હતી. જૂનાગઢમાં આવેલા ભગવાન જગન્નાથ મંદિરમાં મંગળવાર વહેલી સવારે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાને નવા વાઘાનો શણગાર કરવામાં આવ્યો હતો. તેમજ મંદિર પરિસરમાં સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા દિશા નિર્દેશો અનુસાર સાદાઈથી હોમાત્મક યજ્ઞ સહિત ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષે જૂનાગઢમાં અષાઢી બીજના પર્વને લઇને ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા નગરચર્યાએ નીકળતા હોય છે.
સામન્ય સંજોગોમાં આખો દિવસ જૂનાગઢ શહેરમાં ધાર્મિક વાતાવરણની વચ્ચે આ યાત્રા મોડી સાંજે નિજ મંદિર પરત ફરતી હોય છે. ત્યાર બાદ મંદિર પરિસરમાં મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવતું હોય છે પરંતુ કોરોના વાઇરસના સંક્રમણને પગલે આ વર્ષે તમામ પ્રકારના ધાર્મિક કાર્યક્રમો રદ કરી દેવામાં આવ્યા છે. મંદિર પરિસરમાં જ ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા અને ધાર્મિક વિધિ વિધાન સાથે પૂજાવિધિ કરીને અષાઢી બીજની ઉજવણી બિલકુલ સાદાઈથી કરવામાં આવી રહી છે.