- માંગરોળ બંદર નવી જેટી નજીક લાગી અચાનક આગ
- આગમાં ૩ બોટ બળી જતા લાકોનું નુક્સાન
- ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળ પર પહોંચી
જૂનાગઢ : માંગરોળ બંદર પર બોટના પાર્કિગમાં આગની ઘટના સામે આવી છે. થોડીવારમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગની ઝપેટમાં આવતા પાર્કિંગમા પડેલી 3 બોટ બળીને ખાખ જ્યારે 2 બોટમાં વ્યાપક નુકસાન થયું હતું. આ આગ વધુ ફેલાતા ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળ પર પહોંચી હતી. જ્યારે ફાયર ફાઈટર અને યુવાનો દ્વારા આગને કાબુમાં લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
થર્મોકોલના કારણે આગ લાગી હોવાનું અનુમાન
જેમાં ખારવા સમાજના અગ્રણી વેલજીભાઈ મસાણી, પાલીકા પ્રમુખ મો.હુસેન ઝાલા સહિતના આગેવાનો અને ડીવાયએસપી પુરોહિત, પીઆઇ રાઠોડ સહિત પોલીસ કાફ્લો ઘટના સ્થળે પહોંચ્યો હતો. આગ લાગવાનું ચોકકસ કારણ હાલ જાણવા મળ્યું નથી. પરંતુ કોલ્ડ રૂમમા આવેલા થર્મોકોલના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.