મંગળવારે સમગ્ર રાષ્ટ્રમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે, RSSનો સ્થાપના દિવસ ધામધૂમપૂર્વક સમગ્ર દેશમાં ઉજવવામાં આવી રહ્યો છે. વિજયા દશમીના દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારથી સંઘનો સ્થાપના દિવસ સમગ્ર રાષ્ટ્રમાં મનાવવામાં આવી રહ્યો છે. RSSની સ્થાપના વર્ષો પહેલા કરવામાં આવી હતી. સંઘની સ્થાપના પાછળનો હેતુ દેશનો દરેક નાગરિક રાષ્ટ્રભકત કર્તવ્યનિષ્ઠ અને સત્યને વરેલો બને તેના માટેના પ્રયાસો કરવાના ભાગરૂપે તેની સ્થાપના કરવામાં આવી હતી.
સ્થાપના સમયે ખૂબ ઓછા લોકો આ RSSમાં જોડાયા હતા. પરંતુ જેમ જેમ વર્ષો વીતતા ગયા તેમ RSSની એક ફોજ તૈયાર થઈ ગઈ અને આ ફોજ સમગ્ર રાષ્ટ્રના દરેક ગામમાં સ્વયંસેવકના રૂપમાં જોવા મળી રહી છે. આજે સ્થાપના દિવસે જૂનાગઢના સ્વયંસેવકો દ્વારા પણ પથ સંચાલનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં જૂનાગઢ પ્રાંતમાંથી ૨૦૦ કરતાં વધુ સ્વયંસેવકોએ પથ સંચાલનની કાર્યવાહીમાં ભાગ લઈને રાષ્ટ્ર માટે કામ કરતા એક સંગઠનનો ભાગ બનવાનો ગર્વ અનુભવ્યો હતો.