ETV Bharat / state

Director Soumya Joshi : દર્શકો તો છે, આપણે નાટકો લઈને આવવું પડશે - સૌમ્ય જોશી

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 30, 2023, 8:08 PM IST

વેલકમ જિંદગી, 102 નોટ આઉટ, પાડાની પોળ અને ઓહ માય ગોડ જેવા અનેક નાટક અને ફિલ્મના દિગ્દર્શક, એક્ટર, લેખક અને કવિ સૌમ્ય જોશીએ ETV BHARAT સાથે તેમની સમગ્ર થિયેટર સફરના ખાટા-મીઠા પ્રસંગોને યાદ કરતા વાત કરી હતી. સૌમ્ય જોશી ખુદ માને છે દર્શકો તો આજે પણ છે પરંતુ આપણે નાટકો લઈને આવવું પડશે. ઉલ્લેખનિય છે કે, જૂનાગઢમાં વેલકમ જિંદગી નાટકનો 876 મોં શો આયોજિત થયો હતો.

Director Soumya Joshi
Director Soumya Joshi

દર્શકો તો છે, આપણે નાટકો લઈને આવવું પડશે - સૌમ્ય જોશી

જૂનાગઢ : ગુજરાતી રંગભૂમિના ખ્યાતનામ કલાકાર સૌમ્ય જોશી દ્વારા અભિનીત, લેખિત અને દિગ્દર્શીત નાટક વેલકમ જિંદગીનો 876 મોં શો યોજાયો હતો. આ પ્રસંગે જૂનાગઢ આવેલા બહુ પ્રતિભાશાળી સૌમ્ય જોશીએ તેમની થિયેટર સફરને લઈને ETV BHARAT સાથે ખાસ વાતચીત કરી હતી.

વેલકમ જિંદગીનો 876 મોં શો : પાછલા ઘણા વર્ષોથી થિયેટર સાથે જોડાયેલા સૌમ્ય જોશી થિયેટરને પોતાનો શ્વાસ માને છે. વેલકમ જિંદગી નાટકે ખૂબ મોટી સફળતા પ્રાપ્ત કરી છે. સતત 13 વર્ષથી રંગભૂમિ પર ભજવવામાં આવતું આ નાટક આજે પણ દિલ્હી અને મુંબઈ જેવા શહેરોમાં હિન્દી ભાષામાં પણ ભજવવામાં આવી રહ્યું છે. લેખક અને ખૂબ મોટા કવિ જાવેદ અખ્તર અને સબાના આઝમીએ પણ આ નાટકને સ્વયં નિહાળીને તેમાં પ્રદર્શિત થતાં સામાન્ય પરિવારના ભાવને ખૂબ જ આવકાર આપ્યો છે. ત્યારે સૌમ્ય જોશીને ગુજરાત અને તેમાં પણ પોતાના વતન જૂનાગઢમાં વેલકમ જિંદગીનો 876 મો શો કરવાની તક મળી તેના કારણે તેઓ ખૂબ જ ખુશ હતા.

સૌમ્ય જોશીનું રંગભૂમિમાં યોગદાન : સૌમ્ય જોશીએ અત્યાર સુધીમાં 102 નોટ આઉટ, પાડાની પોળ, ઓ માય ગોડ અને વેલકમ જિંદગી જેવા અનેક નાટક અને ફિલ્મ એક કલાકાર, લેખક અને દિગ્દર્શક તરીકે રજૂ કર્યા છે. આ અંગે તેઓએ કહ્યું કે, આ તમામ નાટકમાંથી કોઈ એક નાટકને પસંદ કરવું બાળકોમાંથી કોઈ એકને પસંદ કરવા જેવું અઘરું હોય છે. તેમ છતાં મારું પ્રિય નાટક આજે પણ વેલકમ જિંદગી છે. જે જીવનની વાસ્તવિકતા સાથે જોડાયેલું છે. સતત 13 વર્ષથી ચાલી રહેલું આ નાટક આજે પણ દર્શકોને મનોરંજન આપી રહ્યું છે.

બહુ પ્રતિભાશાળી સૌમ્ય જોશી : સૌમ્ય જોશી થિયેટરના અદાકાર બનતા પૂર્વે અધ્યાપક હતા. શિક્ષણની સેવા છોડીને તેઓ રંગમંચની દુનિયામાં આવ્યા હતા. તેઓ ખૂબ સારા લેખક, દિગ્દર્શક, કવિ અને અદાકાર છે. તેમના દ્વારા હેલ્લારો ફિલ્મના કેટલાક ગીતો પણ લખવામાં આવ્યા છે. વર્તમાન સમયમાં સોશિયલ મીડિયા પર ખૂબ ધૂમ મચાવી રહેલું "ગોતી લો" ગીત પણ સૌમ્ય જોશી દ્વારા લખવામાં આવ્યું છે.

નાટકમાં દિગ્દર્શનનું મહત્વ : સૌમ્ય જોશી નાટકને તેનું મૂળ ગણાવી રહ્યા છે. તેઓ આજે પણ કોઈ પણ નાટકનું દિગ્દર્શન કરવાનું સૌથી વધુ પસંદ કરે છે. જેનું કારણ આપતા તેઓએ કહ્યું કે, નાટકમાં કલાકારથી લઈને સામાન્ય ટેક્નિશિયન સુધી દરેક અદાકારો સાથે ખૂબ જ તાલમેલથી કામ કરવું પડે છે. તેની સફળતાને કારણે કોઈ પણ નાટક રંગભૂમિના માધ્યમથી સફળ બનતું હોય છે. જેથી નાટકનું દિગ્દર્શન એ સૌથી મહત્વનો ભાગ છે. વધુમાં સૌમ્ય જોશી કવિતા અને મનસ્વી રીતે કવિતા લખવાનું પસંદ કરે છે. કેટલીક સ્ક્રીપ્ટ પણ તેમના દ્વારા તૈયાર કરવામાં આવી છે. આગામી બે-ત્રણ વર્ષમાં તેમના દ્વારા લખવામાં આવેલી પટકથા પર એક હિન્દી ફિલ્મ પણ આવી રહી છે. ઉપરાંત આવનારા દિવસોમાં તેઓ એક હિન્દી ફિલ્મનું દિગ્દર્શન કરવાનું પણ વિચારી રહ્યા છે.

ગુજરાતી રંગભૂમિનો સુવર્ણયુગ : ગુજરાતી ચલચિત્ર ક્ષેત્રના ઉતાર-ચઢાવ વચ્ચે ફરી એક વખત ગુજરાતી ફિલ્મ હેલ્લારોએ ચિત્રપટના નવા યુગની શરૂઆત કરી હોવાનો અહેસાસ કરાવ્યો છે. ત્યારે વર્તમાન સમયમાં ગુજરાતી ચિત્રપટમાં કોઈ પણ રચના ધગશ સાથે બની રહી છે. ગુજરાતી ફિલ્મમેકર ગુજરાતીપણાની શોધમાં સતત જોવા મળે છે. તેના પરિણામે ખૂબ જ નજીકના ભવિષ્યમાં આધુનિક સમયમાં ગુજરાતી ચિત્રપટને ગુજરાતીપણું મળી જશે, તેવો આશાવાદ સૌમ્ય જોશીએ વ્યક્ત કર્યો હતો. તેઓ માને છે કે, નાટક અને ફિલ્મો બે અલગ માધ્યમ છે. ગુજરાતી ચિત્રપટ ઉદ્યોગ પણ હવે ખૂબ જ સફળતાના મુકામ પર બિરાજતો જોવા મળશે.

સૌમ્ય જોશીની પસંદ કોણ ? રંગભૂમિના ખ્યાતનામ અને સફળ અદાકારા સૌમ્યા જોશીને વિવિધ લેખકો અને ખાસ કરીને રંગમંચ સાથે જોડાયેલા કલાકારો આજે પણ પસંદ છે. તેઓ મણીપુરના રતન થીયામ, છત્તીસગઢના સ્વ. હબીબ તનવી, ગુજરાતના ભરત દવે અને મુંબઈ રંગભૂમિના કાંતિ મડિયાથી આજે પણ પ્રભાવિત છે. તેમનું કહેવું છે કે, આ લેખકો દ્વારા રંગભૂમિ ક્ષેત્રમાં યોગદાન આપીને સર્વોચ્ચ શિખર પર પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, તેથી આજે વર્ષો પછી પણ લોકો રંગભૂમિમાં તેમની ઉપસ્થિતિને વાગોડી રહ્યા છે.

સૌમ્ય જોશીને વસંત કાનેટકર દ્વારા લખવામાં આવેલા નાટક અને સ્ક્રિપ્ટો આજે પણ સૌથી વધારે પસંદ છે. આ અંગે તેઓએ કહ્યું હતું કે, ખાસ કરીને ડ્રામામાં સ્ક્રીનપ્લે ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે, વસંત કાનેટકર દ્વારા જે લેખન થયું છે તેમાં સ્ક્રીનપ્લે સૌથી મજબૂત પાસા તરીકે કાયમ માટે ઉભરી આવે છે. આમ તેઓ વ્યક્તિગત રીતે વસંત કાનેટકર દ્વારા લખવામાં આવેલા નાટક અને સ્ક્રિપ્ટને સૌથી વધારે પસંદ કરે છે.

સામાન્ય પરિવારનું પ્રતિબિંબ 'વેલકમ જિંદગી' : વેલકમ જિંદગી એક સામાન્ય પરિવારની વાસ્તવિકતાને ઉજાગર કરતું નાટક છે. આ નાટક મધ્યમ વર્ગની દિનચર્યાને ઉજાગર કરે છે. આ અંગે સૌમ્ય જોશીએ કહ્યું કે, કલાકારની ગડમથલમાંથી નાટકનો જન્મ થતો હોય છે. ત્યારે વેલકમ જિંદગી મધ્યમ વર્ગની ભાવનાઓને રંગમંચ પર પ્રદર્શિત કરે છે. નાટક અઘરા વિષય પર ચોક્કસ થવા જોઈએ, પરંતુ રંગમંચ પર પ્રત્યેક વ્યક્તિના માનસપટ પર પહોંચી શકે તે રીતે અદાકારીથી લઈને દિગ્દર્શન સુધીનું કામ થઈ રહ્યું છે. જેથી આજે 125 વર્ષ પછી પણ રંગમંચની ભૂમિને દર્શકો મળી રહ્યા છે. સૌમ્ય જોશી આ પ્રકારે રંગમંચને નાટકો આપીને આ કલા વારસાને જાળવવા માટે પ્રયત્નશીલ રહેશે.

  1. Dil ma Babaal: નવરાત્રિમાં ધૂમ મચાવી રહ્યું છે સોંગ 'દિલમાં બબાલ", જુઓ શ્રદ્ધા ડાંગર અને રાજદીપ ચેટર્જીની ETV ભારત પર ખાસ વાતચીત
  2. Ahmedabad Film Promotion : ખીચડી 2 કોમેડી ફિલ્મ છે, હસાવશે અને મોજ કરાવશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.