ETV Bharat / state

Junagadh Liberation Day: આજે જુનાગઢનો મુક્તિ દિવસ, આરઝી હકુમતના સંઘર્ષ થકી 9મી નવેમ્બર 1947ના રોજ નવાબી શાસન માંથી મળી હતી આઝાદી - Junagadh Liberation Day

ઐતિહાસિક નગરી જૂનાગઢ આજે પોતાનો 76મો મુક્તિ દિવસ ઉજવી રહ્યું છે. 86 દિવસની ચળવળ બાદ અંતે ૯મી નવેમ્બર ૧૯૪૭ના દિવસે જુનાગઢ મુક્ત થયું અને સ્વતંત્ર થયું અને અખંડ ભારતનો હિસ્સો બન્યું. સરદાર પટેલના અથાગ પ્રયાસો અને આરઝી હકુમતના સ્વાતંત્ર્ય સેનાનીઓનાં સંઘર્ષના અંતે જૂનાગઢને નવાબી શાસનકાળ માંથી આઝાદી મળી હતી. ત્યારે જુનાગઢની જનતાએ બીજી વખત આઝાદી મળી હોવાની અનુભૂતી કરી હતી.

આજે જુનાગઢનો મુક્તિ દિવસ
આજે જુનાગઢનો મુક્તિ દિવસ
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 9, 2023, 11:26 AM IST

આરઝી હકુમતના લડવૈયા દલપતભાઈ પટેલે વ્યક્ત કરી 1947ની 9મી નવેમ્બરની ઘટના

જૂનાગઢ: ઐતિહાસિક નગરી જૂનાગઢ આજે પોતાનો 76મો મુક્તિ દિવસ ઉજવી રહ્યું છે. વર્ષ ૧૯૪૭ની ૯મી નવેમ્બરના દિવસે સરદાર પટેલના અથાગ પ્રયાસો અને આરઝી હકુમતના સ્વાતંત્ર્ય સેનાનીઓનાં સંઘર્ષના અંતે જૂનાગઢને આઝાદી મળી હતી. વર્ષ ૧૯૪૭ની ૧૫મી ઓગસ્ટના દિવસે નવાબે જૂનાગઢનું જોડાણ પાકિસ્તાન સાથે કરવાનો નિર્ણય કર્યો હતો, જેને લઇને જૂનાગઢની મુક્તિ માટે આરઝી હકૂમતની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારથી 86 દિવસની ચળવળ બાદ અંતે ૯મી નવેમ્બર ૧૯૪૭ના દિવસે જુનાગઢ મુક્ત થયું અને સ્વતંત્ર થયું અને અખંડ ભારતનો હિસ્સો બન્યું.

આરઝી હકૂમતની ચળવળનો પ્રારંભ: જૂનાગઢ શહેર આજે તેનો 76મો મુક્તિ દિવસ મનાવી રહ્યું છે, વર્ષ 1947ની નવમી નવેમ્બરે સરદાર પટેલના અથાગ પ્રયાસો થી જુનાગઢને નવાબી શાસન માંથી મુક્તિ મળી હતી. ૧૫મી ઓગસ્ટના દિવસે સમગ્ર દેશ અંગ્રેજોના શાસન માંથી મુક્ત થયો હતો, પરંતુ જે-તે સમયે જૂનાગઢના નવાબે ભારત સાથે રહેવાની વાતને લઇને ઇન્કાર કરીને જૂનાગઢ પાકિસ્તાનનો હિસ્સો છે અને રહેશે તેવી જીદ પકડતા સરદાર પટેલ દ્વારા જૂનાગઢની મુક્તિ માટેની લડાઇ શરૂ કરવામાં આવી હતી, અને આરઝી હકૂમત નામની સંસ્થા મુબઈમાં શામળદાસ ગાંધીની આગેવાનીમાં સ્થાપવામાં આવી હતી. આરઝી હકૂમતની લડાઈ કમિટીમાં શામળદાસ ગાંધી, રતુભાઇ અદાણી, અમૃતલાલ શેઠ સહિત કેટલાક આગેવાનોની હાજરીમાં જૂનાગઢની બહાઉદ્દીન કોલેજ ખાતે જાહેર સભા યોજાઈ હતી અને જૂનાગઢની આઝાદી માટેની ચળવળનો પ્રારંભ થયો હતો.

જૂનાગઢની મુક્તિમા આરઝી હકૂમતનું યોગદાન: જૂનાગઢને નવાબી શાસન માંથી મુક્તિ અપાવવા માટે શામળદાસ ગાંધીને આંદોલનની કમાન સોંપવામાં આવી હતી, જેમાં રતુભાઇ અદાણી, અમૃતલાલ શેઠ સહિત અનેક નામી-અનામી આરઝી હકુમતના સ્વાતંત્ર્ય સેનાનીઓ જોડાયા હતા. જેને કારણે જૂનાગઢના નવાબ પર દબાણ વધતા અંતે વર્ષ ૧૯૪૭ની ૯મી નવેમ્બરના દિવસે જૂનાગઢના નવાબે જુનાગઢ છોડીને પાકિસ્તાનમાં આશ્રય મેળવવાની ફરજ પડી હતી, ત્યારથી જૂનાગઢની નવમી નવેમ્બરે પોતાની આઝાદીની ઉજવણી કરતું આવ્યું છે. જૂનાગઢની આઝાદીની લડાઈ સાથે જોડાયેલા લડવૈયાઓ આજે પણ તે દિવસને યાદ કરીને ખુમારી સાથે મુક્તિ દિવસને યાદ કરી રહ્યા છે.

જૂનાગઢની મુક્તિનું આંદોલન: વર્ષ ૧૯૪૭માં દેશ અંગ્રેજોની ચુંગાલમાંથી આઝાદ થયો હતો, પરંતુ જૂનાગઢના નવાબ અને હૈદરાબાદ તેમજ કાશ્મીરના નિઝામે ભારત સાથે રહેવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી, આ પરિસ્થિતિમાં ત્રણેય રજવાડાઓને ભારતમાં જોડવા માટે સરદાર પટેલે આગેવાની લીધી હતી અને જુનાગઢને ભારતમાં ભેળવવાની ચળવળના મંડાણ કર્યા હતા. જૂનાગઢના નવાબના પાકિસ્તાન પ્રેમના કારણે જૂનાગઢનું જોડાણ પાકિસ્તાન સાથે કરવાનો નિર્ણય જે તે સમયે નવાબે કર્યો હતો, જેની સામે સરદાર પટેલ શામળદાસ ગાંધી સહિતના અગ્રણીઓએ નવાબ સામે આંદોલન શરૂ કરતાં અંતે નવાબને પોબારા પાકિસ્તાન ભણી જવાની ફરજ પડી હતી.

નવાબી શાસનથી મુક્ત થયું જુનાગઢ: જૂનાગઢની મુક્તિ માટેની લડાઈને નજરે જોનાર આઝાદીના લડવૈયા દલપતભાઈ પટેલે 1947ની 9મી નવેમ્બરના દિવસે બનેલી ઘટનાઓને ઈ ટીવી ભારત સમક્ષ વ્યક્ત કરી હતી. વર્ષ ૧૯૪૭ની 9મી નવેમ્બરના દિવસે જૂનાગઢના નવાબ પાકિસ્તાન ભાગી જતાં અંતે જૂનાગઢને નવાબી સાશન માથી મુક્ત જાહેર કરવામાં આવ્યું હતું, અને ઉપરકોટના કિલ્લાની ઉપર શામળદાસ ગાંધી દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવીને જુનાગઢ સ્વતંત્ર ભારતનો અભિન્ન હિસ્સો જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે જૂનાગઢના લોકોએ બીજી વખત આઝાદી મળી હોવાનો અનુભવ કર્યો હતો. પ્રત્યેક ઘર દીપમાળાથી પ્રજવલ્લિત જોવા મળ્યા હતા તેમજ શહેરમાં મીઠાઈ વહેચવાની સાથે ઉત્સાહનો માહોલ દરેક જૂનાગઢવાસીઓમાં જોવા મળતો હતો.

  1. Bahauddin College: બહાઉદ્દીન કોલેજ છે જૂનાગઢનું હૃદય, સાહિત્યના હિરલા આપનાર કોલેજનો 123 વર્ષ જૂનો ઇતિહાસ
  2. આજથી 135 વર્ષ પહેલા ગુજરાતની ટાઈટેનિક એટલે કે 'વીજળી' માંગરોળ નજીકના દરિયામાં સમાઈ ગઈ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.