જૂનાગઢ: પોરબંદર અને જુનાગઢ જિલ્લાના 15 કરતા વધુ ગામો પાછલા ત્રણ દસકાથી વગર વરસાદે પૂરની સ્થિતિનો સામનો કરી રહ્યું છે. ઘેડ વિસ્તારમાં વરસાદને કારણે ભાદર અને ઓજત નદીના પુરના પાણી ગામોમાં ઘુસી જતાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. ત્યારે પોરબંદરના સાંસદ રમેશ ધડુકે ઘેડ પંથકની મુલાકાત લીધી હતી.
ત્રણ દસકા સમસ્યાનું નિરાકરણ !: પાછલા ત્રણ દસકાથી જુનાગઢ અને પોરબંદર જિલ્લાને સાંકળતા 15 કરતાં વધુ ગામોના ઘેડ વિસ્તારને સમસ્યામાંથી મુક્તિ મળવા જઈ રહી છે. રાજ્યની સરકાર ઘેડ વિસ્તારમાં ભાદર અને ઓજત નદીના પૂરના પાણી પ્રવેશવાની જગ્યા પર પ્રોટેક્શન વોલ બનાવવાને લઈને પણ ગંભીરતાથી આગળ વધી રહી છે. આગામી દિવસોમાં પ્રોટેક્શન વોલ બરાબરનું કામ શરૂ થતાં જ ત્રણ દસકા જુની ઘેડની આ સમસ્યાનું નિરાકરણ આવી શકે છે.
અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી: ત્રણ દશકા જુની ઘેડની આ સમસ્યાનું નિરાકરણ આવી શકે છે તેઓ આશાવાદ પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુકે આજે ઘેડ વિસ્તારની મુલાકાત દરમિયાન માધ્યમો સાથે વાત કરતા વ્યક્ત કર્યો છે. ઘેડ વિસ્તારના પુર અસરગ્રસ્ત ગામોની મુલાકાતે સાંસદ રમેશ ધડુક અને કેશોદના ધારાસભ્ય દેવા માલમ પણ પહોંચ્યા હતા. તે દરમિયાન પાછલા એક અઠવાડિયાથી જે રીતે ઘેડ પંથકના લોકો મુશ્કેલીના સમયમાંથી પસાર થઈ રહ્યા છે તેની વિગતો પ્રાપ્ત કરીને વળતર માટેની રજૂઆત આગામી દિવસોમાં રાજ્ય સરકારને કરશે.
નુકસાનીની સહાય માટે રજૂઆત: પોરબંદરના સાંસદ રમેશભાઈ ઘેડ પંથકની તેમની આ મુલાકાત દરમિયાન લોકોને પડેલી મુશ્કેલી અને નુકશાનને લઈને ચિંતા કરી છે. વધુમાં ઘેડ પંથકના ખેડૂતોને કૃષિ પાકોમાં જે નુકસાન થયું છે તેમજ અન્ય નુકસાનીના કિસ્સામાં લોકોને નુકસાનીનું વળતર અને રાહત સહાય મળી રહે તે માટેના પ્રયાસો કરવાનો તેમણે આશાવાદ વ્યક્ત કર્યો હતો.