ETV Bharat / state

મનરેગાના કામો દ્વારા કાલાવડના 5 ગામમાં તળાવ ઊંડા કરવાના કામમાં શ્રમિકોને લોકડાઉનમાં મળતી રોજગારી

સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૦ની શરૂઆત કરવામાં આવી છે. આ અંતર્ગત જામનગર જિલ્લામાં ૧૦૪ કામ જળ સંપત્તિ વિભાગ દ્વારા, ૧૧ કામ જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અને ૨૪ કામ નગરપાલિકાના, ૧૨ કામ ગ્રામ વિકાસ એજન્સી, ૪ કામ વોટરશેડ અને ૯ કામ વનવિભાગના દ્વારા એમ મળીને કુલ ૧૬૪ પ્રકલ્પોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેનો અંદાજીત ખર્ચ ૪૩૨.૧૮ લાખ થશે.

મનરેગાનુ કામ
મનરેગાનુ કામ
author img

By

Published : May 1, 2020, 4:39 PM IST

જામનગર : સુજલામ- સુફલામ યોજના અંતર્ગત હાલ મનરેગાના કામોનો પ્રારંભ કરવામાં આવ્યો છે. લોકડાઉનમાં પણ શ્રમિકોને કામ, પુરતુ વેતન મળી રહે તે માટે સરકાર દ્વારા અનેક પગલાઓ લેવામાં આવ્યા છે. સરકાર દ્વારા કોરોના વાઇરસના સંક્રમણ વચ્ચે રોજે રોજનું કમાઈને ખાનારા શ્રમિકો પ્રત્યે સંવેદના દાખવી રાજ્ય સરકારે વિનામૂલ્યે રાશન વિતરણ, બેંક ખાતામાં સહાય જમા કરાવી છે. જામનગર જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં મનરેગાના કામો દ્વારા ગામમાં શ્રમિકોને ઘરબેઠા લોકડાઉનમાં રોજગારી મળી રહી છે.

શ્રમિકોને લોકડાઉનમાં મળતી રોજગારી

આગામી ચોમાસામાં ગામનું પાણી ગામમાં જ સંગ્રહ થાય તે માટે મનરેગાના કામો ચાલુ કરાયા છે. જિલ્લા વિકાસ અધિકારી વિપિન ગર્ગ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રાયજાદાના માર્ગદર્શન હેઠળ મનરેગાના કામો હાલની સ્થિતિમાં સોશિયલ ડીસ્ટન્સ અને જરૂરી તકેદારી સાથે ચાલુ થયા છે.

મનરેગાનુ કામ
મનરેગાનુ કામ

કાલાવડ તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે, કાલાવડ તાલુકામાં કૃષ્ણપુર દુધાળા, સરપદડ, બેરાજા, નાની ભાગેડી, અને બાવા ખાખરિયા ગામમાં સીમતળ વિસ્તારમાં પાણીનો ચોમાસામાં આવરો રહે છે. તેવા સ્થળો પર ગામના તળાવો ગામના જ નોંધાયેલા શ્રમિકો દ્વારા મનરેગા હેઠળ ઊંડા ઉતારવામાં આવી રહ્યા છે. પાંચેય કામમાં કુલ ૩૮૬ શ્રમિકોને રોજગારી મળી રહી છે. હાલના નિયમ મુજબ પ્રતિદિન શ્રમજીવીઓને રૂપિયા ૨૨૪ની રોજગારી મળે છે. આ પાંચ ગામોમાં શ્રમીકોને હાથ ધોવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ શ્રમિકો દ્વારા માસ્ક પહેરીને સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે કામ કરવામાં આવે છે.

મનરેગાનુ કામ
મનરેગાનુ કામ

અઠવાડિયાના ૩ દિવસ (એકાંતરા) શ્રમિકોનું પી.એચ.સી.ની ટીમ દ્વારા ચેકઅપ કરવામાં આવે છે. વળી કામના ઓજારો અને કામના સ્થળને પણ શ્રમિકોના આવતા પહેલા અને દિવસનું કામ પૂર્ણ થયા બાદ સેનીટાઇઝ કરવામાં આવે છે. શ્રમિકો કામનું વેતન લેવા બેંક કે પોસ્ટઓફિસ પર જઇ ભીડના કરે તે હેતુથી સ્થળ પર જ પોસ્ટમેન દ્વારા એમના ખાતામાં આવેલા વેતન તેમને ચૂકવવામાં આવે છે. જરૂરી સવલતો, રોજગારી અને સમયસર મહેનતાણું મળે તે માટે નરેગાના સ્ટાફગણ પણ સંકલન કરી રહ્યા છે.

ગામના મજૂરોનો પણ આ કામમાં હકારાત્મક પ્રતિભાવ છે. આ તકે દુધાળા ગામના શ્રમિક પરમાર લાલજી અમરાએ જણાવ્યું હતું કે અમને અમારા કામ પ્રમાણે સરકારના નિયમ મુજબ મહેનતાણું મળે છે અને આ મહેનતાણું અમને જે ખાતામાં જમા થાય છે તે પોસ્ટમેન કે અન્ય પોસ્ટના કર્મચારીઓ દ્વારા અમને સ્થળ પર જ પહોંચાડવામાં આવે છે. હાલની સ્થિતિમાં સર્વત્ર લોકડાઉન છે, ત્યારે આ કામમાં અમને રોજગારી મળી છે. આ સાથે અમારા ગામના પાણીના તળ ઊંચા આવશે અને ગામમાં પાણીની તકલીફ નહીં રહે સાથે જ ફાયદો થશે.

મહિલા શ્રમિકે સરકારનો આભાર માનતા કહ્યું હતું કે આ લોકડાઉનમાં રોજગારી ન હોય તેવી પરિસ્થિતિમાં લોકો માનસિક અસ્વસ્થ બની જતા હોય છે, ત્યારે સરકારે અમને રોજગારી આપી અમને ખૂબ મદદ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.