ગુજરાતની પ્રથમ મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. થોડા દિવસ પહેલા જ બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં જામનગરની બે મહિલા ક્રિકેટરોએ ડંકો વગાડ્યો હતો. નેહા ચાવડા અને રિદ્ધિ રૂપારેલએ બાંગ્લાદેશમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. જામ રણજીતસિંહ ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાશે આ ટુર્નામેન્ટ.ઓપન ગુજરાત ટુર્નામેન્ટમાં 10 મહિલા ટીમોએ ભાગ લીધો છે. જામનગરની સ્ટાર ખેલાડી નેહા ચાવડા, રિદ્ધિ રૂપારેલ સહિતની મહિલાઓ રમશે ક્રિકેટ.
કોચ મહેન્દ્રસિંહ ચૌહાણ દ્વારા સતત મહિલાઓ ક્રિકેટમાં આગળ આવે તે માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા હતા. તેના ભાગરૂપે ગુજરાતમાં સૌપ્રથમ વાર જામનગર ખાતે મહિલા ક્રિકેટ ટૂર્નામેન્ટની આયોજન કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે, ભારતમાં હવે મહિલા આઇપીએલ ટૂર્નામેન્ટ શરૂ થઇ છે. આ ટુર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર મહિલા ક્રિકેટરોને મહિલા આઈપીએલ ક્રિકેટમાં પર સ્થાન મળે તેવી શક્યતાઓ છે.