ETV Bharat / state

Jamnagar Crime News : હોસ્પિટલના ગેટ પાસે મહિલા બાળકને જન્મ આપી ગાયબ

જામનગરમાં હોસ્પિટલના ગેટ પાસે મહિલાએ બાળકને જન્મ આપી પલાયન થઈ ગઈ છે. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા તપાસનો ચક્રો ગતિમાન કર્યો છે. (Woman abandons child in Jamnagar)

Jamnagar News : હોસ્પિટલના ગેટ પાસે મહિલા બાળકને જન્મ આપી ગાયબ

author img

By

Published : Feb 2, 2023, 3:52 PM IST

જામનગરમાં હોસ્પિટલના ગેટ પાસે રાત્રે અઢી વાગે મહિલા બાળકને જન્મ આપી પલાયન

જામનગર : શહેર અને જિલ્લાની સૌથી મોટી હોસ્પિટલ પાસે મહિલાએ બાળકને જન્મ આપી પલાયન થઈ ગઈ છે. જામનગરની જી જી હોસ્પિટલમાં રાત્રે અઢી વાગ્યા આસપાસની ઘટના બનતા ચકચાર મચી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, જામનગરની જી જી હોસ્પિટલમાં દિવસ રાત અનેક દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે. ત્યારે હોસ્પિટલમાં રાત્રે અઢી વાગે બે મહિલાઓ પોતાનો પાપ છુપાવવા માટે હોસ્પિટલના ગેટ પાસે એક નવજાત બાળકને જન્મ આપી ફરાર થઈ ગઈ હતી. આ બાબતે પોલીસને જાણ કરતા તપાસની કાર્યવાહી આગળ હાથ ધરી છે.

શું છે સમગ્ર મામલો : હોસ્પિટલના ગેટ પાસેથી કોઈ સામાજિક વ્યક્તિ પસાર થતાં તેમની નજર તે માસૂમ બાળક પર પડી હતી. સામાજિક વ્યક્તિએ બાળકને લઈને ગાયનેક વિભાગમાં સારવાર માટે લઈ ગયા હતા. બાળકને સારવાર આપવામાં આવી રહી છે. બાળકની સારવાર બાદ ડોક્ટરે જણાવ્યું કે, બાળકની સ્થિતિ ગંભીર છે. તો બીજી તરફ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા તપાસનો ચક્રો ગતિમાન કર્યો છે.

આ પણ વાંચો : Chhota Udepur News : મોટા ભાઈના ખોળામાંથી નાના ભાઈને દીપડો ઉપાડી ગયો

મહિલાઓ કેવી રીતે પલાયન થઈ : પોલીસે અજાણી મહિલા વિરુદ્ધ ગુનો દાખલ કરી અને CCTV મદદથી આ મહિલાને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. જી જી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા ગાર્ડે જણાવ્યું કે રાત્રે અઢી વાગે બે મહિલાઓ જી.જી. હોસ્પિટલના ગેટ પાસે આવી હતી. એકાએક આ મહિલાઓ બાજુની બિલ્ડીંગ પાસે ગઈ હતી અને ત્યાં બાળકને જન્મ આપ્યા બાદ બાળકને અહીં જ છોડીને પલાયન થઈ હતી.

આ પણ વાંચો : Child Missing Case Ahmedabad : અમદાવાદ શાળામાંથી ગુમ થયેલો બાળક ખરેખર થયો હતો ફરાર, હતું આ કારણ

બાળકના રડવાનો અવાજ આવ્યો : જોકે બાળકના રડવાનો અવાજ આવતા અહીંથી પસાર થઈ રહેલા એક વ્યક્તિનું ધ્યાન તેના પર ગયું હતું. તાત્કાલિક બાળકને ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલના ગાયનેક વિભાગમાં દાખલ કરવામાં આવ્યું હતું. બાળકની હાલત સ્થિર હોવાનું ડોક્ટર જણાવી રહ્યા છે. ત્યારે સવાલ એ થાય છે કે કોઈ યુવતીએ પોતાનું પાપ છુપાવવા માટે આ બાળકને અહીં છોડીને ગઈ છે કે કોઈ અન્ય કારણ છે તે પોલીસ તપાસમાં બહાર આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.