ETV Bharat / state

જામનગરમાં હથિયાર મળવાનો સિલસિલો યથાવત - latest news in Jamnagar

જામનગર શહેરમાં હથિયારનો જથ્થો મળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. થોડા દિવસો પૂર્વે જામનગર લોકલ ક્રાઇમ બ્રાંચે 11 પિસ્તોલ સાથે 2 આરોપીને ઝડપી પાડયા હતા. તો આજ રોજ વધુ 7 જેટલી પિસ્તોલ સાથે 2 શખ્સો ઝડપાયા છે.

જામનગરમાં હથિયાર મળવાનો સિલસિલો યથાવત
જામનગરમાં હથિયાર મળવાનો સિલસિલો યથાવત
author img

By

Published : Dec 31, 2020, 12:06 PM IST

  • જામનગરમાં હથિયારનો જથ્થો મળી આવ્યો
  • LCB પોલીસે મોટી ગોપના પાટીયા પાસે વોચ ગોઠવી
  • 11 પિસ્તોલ સાથે 2 આરોપીને ઝડપી પાડયા

જામનગર : શહેરમાં હથિયારનો જથ્થો મળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. થોડા દિવસો પૂર્વે જામનગર લોકલ ક્રાઇમ બ્રાંચે 11 પિસ્તોલ સાથે 2 આરોપીને ઝડપી પાડયા હતા. તો આજ રોજ વધુ 7 જેટલી પિસ્તોલ સાથે 2 શખ્સો ઝડપાયા છે.

જામનગરમાં હથિયાર મળવાનો સિલસિલો યથાવત
જામનગરમાં હથિયાર મળવાનો સિલસિલો યથાવત
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના મોટી ગોપના પાટીયા પાસે ઝીણાવારી ગામનો રહીશ મનસુખ કારેણા નામનો શખ્સ હથિયાર વેચવા આવતો હોવાની બાતમી એલસીબીના ફિરોજ દલ ધનાભાઈ મોરીને મળી હતી. એલસીબી પોલીસે મોટી ગોપના પાટીયા પાસે વોચ ગોઠવી હતી અને બંને આરોપીને 7 પિસ્તોલ સાથે ઝડપી પાડયા હતા. મહત્વનું છે કે, એલસીબીએ રાણાવાવના રાજસી માલદે મેરને પણ હથિયાર સાથે ઝડપ્યો છે. હેન્ડીકેપ વ્યક્તિ વાપરી શકે તેવું એક અલગ પ્રકારનું સાધન તેની પાસેથી મળી આવ્યું છે.
તમામ હથિયાર હાથ બનાવટના

જામનગર લોકલ ક્રાઈમ બ્રાંચે મનસુખ કારેણાની પૂછપરછ કરતા તેમણે જણાવ્યું કે, તેમણે યૂટ્યુબમાં હથિયાર બનાવવાનો વીડિયો જોયો હતો અને ત્યારબાદ હેનડીકેપ વ્યક્તિ વાપરી શકે તેવું એક હથિયાર પણ તેમને બનાવ્યું હતું. આરોપી મનસુખ કારેણાએ અગાઉ સલીમ ઇસ્માઇલ હથિયાર આપ્યા હોવાનું બહાર આવ્યું છે.જોકે, મનસુખ કારેણા છેલ્લાં ઘણા સમયથી સુરત રહેતો હતો. જ્યારેે આ તમામ હથિયાર હાથ બનાવટના હોવાનું બહાર આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.