જિલ્લામાં પાણીની સ્થિતિ દિન પ્રતિદિન કપરી બની છે. આ સ્થિતિમાં સ્થાનિક જળાશયો તળિયાઝાટક થતાં જિલ્લાના 10 ગામ અને 24 પરા ટેન્કર ભરોસે થયા છે. પાણી પુરવઠા બોર્ડ દ્વારા દરરોજ 36 ટેન્કરના 80 ફેરા કરી ગામના સંપ, ટાંકા સહિત અલગ અલગ સ્થળે જરૂરિયાત મુજબ પાણી ઠાલવવામાં આવી રહ્યું છે. જિલ્લાના મોટાલખિયા, ચારણતુંગી, મોડપર, જાસાપર, વાણિયાવાગડિયા, ભંગડા, જેવા અનેક ગામોમાં ટેન્કર દ્વારા પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. પાણીની મોકાણ વચ્ચે ETV ભારતની ટીમ દ્વારા જામનગર નજીક આવેલા દરેડ ગામની મુલાકાત લેવામાં આવી હતી.
જામનગરમાં ધોમધખતા તાપ અને કાળજાળ ગરમીમાં પાણી માટે વલખા મારે છે ગ્રામજનો - ETV Bharat
જામનગરઃ જિલ્લામાં ગત વર્ષે ચોમાસામાં અપૂરતો વરસાદ થવાથી ઉનાળા પહેલા જ જિલ્લાના મોટાભાગના જળાશયો તળિયાજાટક થતાં પાણીની સમસ્યા ઉદ્બભવી રહી છે. જિલ્લાના મોટાભાગના ગામડામાં પાણીના મોકાણની શરૂઆત થઈ ચુકી છે. તેમજ ગામડામાં પાણીના લીધે શેરીયુધ્ધની શરૂઆત ચોક્કસ થઈ ચુકી છે.
જિલ્લામાં પાણીની સ્થિતિ દિન પ્રતિદિન કપરી બની છે. આ સ્થિતિમાં સ્થાનિક જળાશયો તળિયાઝાટક થતાં જિલ્લાના 10 ગામ અને 24 પરા ટેન્કર ભરોસે થયા છે. પાણી પુરવઠા બોર્ડ દ્વારા દરરોજ 36 ટેન્કરના 80 ફેરા કરી ગામના સંપ, ટાંકા સહિત અલગ અલગ સ્થળે જરૂરિયાત મુજબ પાણી ઠાલવવામાં આવી રહ્યું છે. જિલ્લાના મોટાલખિયા, ચારણતુંગી, મોડપર, જાસાપર, વાણિયાવાગડિયા, ભંગડા, જેવા અનેક ગામોમાં ટેન્કર દ્વારા પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. પાણીની મોકાણ વચ્ચે ETV ભારતની ટીમ દ્વારા જામનગર નજીક આવેલા દરેડ ગામની મુલાકાત લેવામાં આવી હતી.
R-GJ-JMR-01-28APRIL-DARED-PROBLEM-7202728
રિપોર્ટર:મનસુખ સોલંકી
તારીખ:27/04/2019
ફોર્મેન્ટ:વીડિયો,બાઈટ
બાઈટ:એલ કે કોટા,અધિકારી,પાણી પુરવઠા શાખા
સ્થળ:જામનગરમાં દરેડ વિસ્તાર
હેર્ડિંગ: જામનગરના દરેડમાં ધોમધખતા તાપમાં અને કાળજાળ ગરમીમાં પાણી માટે લાંબી કતાર
જામનગર જિલ્લામાં ગત વર્ષે ચોમાસામાં અપૂરતો વરસાદ થવાથી ઉનાળા પહેલા જ જિલ્લાના મોટાભાગના જળાશયો તળિયાજાટક થતાં પાણીની ઉનાળાના પ્રારંભે છેવાડા અને અંતરિયાળ વિસ્તારો માં પાણીની મોકાણ પ્રવર્તી રહી છે
હજુ તો ઉનાળાની શરૂઆત જ છે....ત્યાં જામનગર જિલ્લાના મોટાભાગના ગામડા માં પાણીની મોકાણની શરૂઆત થઈ ચૂકી છે પાણી ના લીધે ત્રીજું વિશ્વયુધ્ધ થાય કે નહીં પણ જામનગર જિલ્લા ના ગામડા માં પાણી ના લીધે શેરીયુધ્ધ ની શરૂઆત ચોક્કસ થઈ ચૂકી છે
પાણીની સ્થિતિ દિન પ્રતિદિન કપરી બની છે આ સ્થિતિ માં સ્થાનિક જળાશયો તળિયાઝાટક થતાં જિલ્લા ના 10 ગામ અને 24 પરા ટેન્કર ભરોસે થયા છે પાણી પુરવઠા બોર્ડ દ્વારા દરરોજ 36 ટેન્કર ના 80 ફેરા કરી ગામના સંપ, ટાંકા સહિત અલગ અલગ સ્થળે જરૂરિયાત મુજબ પાણી ઠાલવવામાં આવી રહ્યું છે
ઉનાળાના પ્રારંભે જ આ સ્થિતિ છે તો આખો ઉનાળો કેમ નીકળશે તેવી ચિંતા ગ્રામ્ય વિસ્તાર માં રહેતા લોકોને સતાવી રહી છે જામનગર જિલ્લા ના મોટાલખિયા, ચારણતુંગી, મોડપર, જાસાપર, વાણિયાવાગડિયા, ભંગડા, જેવા અનેક ગામો માં ટેન્કર દ્વારા પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે પાણી ની મોંકાણ વચ્ચે etv ભારત ની ટીમે જામનગર નજીક આવેલા દરેડ ગામ ની મુલાકાત લેવામાં આવી હતી
જ્યાં સ્થાનિકો ના જણાવ્યા મુજબ ગામ માં 80 મકાન આવેલા છે જેની વચ્ચે એકાતરે એક એક ટેન્કર આપવામાં આવે છે અને તે પણ અધૂરા ટાંકા ભરેલા હોય છે તેમજ ગામ ની વસ્તી વધારે હોય અને સામે પાણી ઓછું આવવાના કારણે ગામ માં પાણી નું ટેન્કર આવે છે ત્યારે પાણી ભરવા માટે ગામજનો માં શેરી યુધ્ધ ફાટી નીકળે છે અને પાડોશી જ પોતાના પાડોશી નો દુશ્મન બની ગયો છે ત્યારે જામનગર પાણી પુરવઠા વિભાગ સબ સલામત ના દાવા ઑ કરી રહ્યું હતું