જિલ્લામાં નર્મદા પાઈપલાઈન દ્વારા 85, સ્વતંત્ર સોર્સ દ્વારા 08, ટેન્કર દ્વારા 5 ગામ/ 22 પરા તેમ કુલ 98 ગામ/પરાઓને, લાલપુર તાલુકામાં નર્મદા પાઈપલાઈન દ્વારા 58, સ્વતંત્ર સોર્સ દ્વારા 09, ટેન્કર દ્વારા 6 ગામ/ 16 પરા તેમ કુલ 73 ગામ/પરાઓને, ધ્રોલ તાલુકામાં નર્મદા પાઈપલાઈન દ્વારા 15, જુથ યોજના દ્વારા 25, સ્વતંત્ર સોર્સ દ્વારા 1, ટેન્કર દ્વારા 2 પરા તેમ કુલ 41 ગામ/પરાઓને, જોડીયા તાલુકામાં નર્મદા પાઈપલાઈન દ્વારા 49, સ્વતંત્ર સોર્સ દ્વારા 2, ટેન્કર દ્વારા 1 ગામ/ 4 પરા તેમ કુલ 52 ગામ/પરાઓને, કાલાવડ તાલુકામાં નર્મદા પાઈપલાઈન દ્વારા 69, સ્વતંત્ર સોર્સ દ્વારા 23, ટેન્કર દ્વારા 6 ગામ/ 10 પરા તેમ કુલ 98 ગામ/પરાઓને, જામજોધપુર તાલુકામાં નર્મદા પાઈપલાઈન દ્વારા 54, સ્વતંત્ર સોર્સ દ્વારા 11, ટેન્કર દ્વારા 4 ગામ/ 4 પરા તેમ કુલ 69 ગામ/પરાઓને, જામનગર જિલ્લાના તાલુકાઓમાં નર્મદા પાઈપલાઈન દ્વારા કુલ 330,જુથ યોજના દ્વારા કુલ 25, સ્વતંત્ર સ્ત્રોત દ્વારા કુલ 54, ટેન્કર 69 દ્વારા 22 ગામ/ 58 પરા તેમ કુલ 431 ગામ અને પરાઓને પાણી પહોંચાડવામાં આવે છે.
જામનગર જિલ્લાની ગ્રામ્યની કુલ જરૂરિયાત 56 એમ.એલ.ડી.ની છે. જેમાંથી હાલ નર્મદામાંથી 59.50 એમ.એલ.ડી. તથા સ્થાનિક ડેમમાંથી 5050 એમ.એલ.ડી. અને ગ્રામ્ય વિસ્તારના સ્થાનિક બોર / કુવામાંથી 2.50 એમ.એલ.ડી. આમ કુલ 67,050 એમ.એલ.ડી. પાણી પુરૂ પાડવામાં આવે છે. જ્યારે જિલ્લાની શહેરની કુલ જરૂરિયાત 118.20 એમ.એલ.ડી.ની છે. જેમાંથી હાલ નર્મદામાંથી 69.0 એમ.એલ.ડી. તથા સ્થાનિક ડેમમાંથી 60.90 એમ.એલ.ડી. આમ કુલ 129.901 એમ.એલ.ડી પાણી પુરૂ પાડવામાં આવે છે. તેમજ જામનગર જિલ્લાના કુલ 22 ગામ અને 58 પરા વિસ્તારમાં 10 હજાર લીટરના કુલ 187.50 ટેન્કરના ફેરા દ્વારા પાણી પુરૂ પાડવામાં આવે છે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પ્રશસ્તિ પારીક, અધિક નિવાસી કલેક્ટર રાજેન્દ્વ સરવૈયા, મદદનીશ કલેક્ટર અને પ્રાંત અધિકારી યોગેશ ચૌધરી, પ્રોબેશનર કલેક્ટર સ્નેહલબેન, પાણી પુરવઠાના કાર્યપાલક ઈજનેરશ્રી કોટા અને પાણી સમિતિના સભ્યો તેમજ સંલગ્ન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.