- આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની
- રાજકીય પક્ષો દ્વારા તૈયારી શરૂ કરી દેવામાં આવી
- પ્રાથમિક સુવિધાઓનો અભાવે લોકોના પ્રત્યુતર ભિન્ન ભિન્ન
જામનગર : આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે. ત્યારે આ ચૂંટણીને લઇને રાજ્યમાં તમામ રાજકીય પક્ષો દ્વારા તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે જામનગર શહેરથી 6 કિલોમીટર દૂર આવેલા ધુવાવ ગામમાં કેટલો વિકાસ થયો અને કયા કામ અધુરા છે તે જાણવાનો ઇટીવી ભારત દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો.
જામનગર જિલ્લા પંચાયતમાં હાલ કોંગ્રેસનું શાસન છે. ત્યારે વિરોધ પક્ષના નેતા ભાજપમાંથી આવે છે. ગ્રામજનોનો આક્ષેપ લગાવી રહ્યા છે કે, અહીં લોકોને પ્રાથમિક જરૂરિયાત જેવી કે, પીવાનું શુદ્ધ પાણી તેમજ યોગ્ય ગટર વ્યવસ્થા અને રોડ હજુ સુધી ઉપલબ્ધ કરવામાં આવ્યા નથી. ત્યારે હાલનાં જિલ્લા પંચાયતના સભ્યો પ્રત્યે ક્યાંકને ક્યાંક લોકોમાં અણગમો પણ જોવા મળી રહ્યો છે. ત્યારે ઇટીવી ભારત સાથેની ટેલિફોનિક વાતચીતમાં જિલ્લા પંચાયતના વિરોધપક્ષના નેતાએ જણાવ્યું કે, તમે મારી કામગીરી જોઈ લો. લોકોને સારી કામગીરી લાગશે તો તેઓ સારું પ્રત્યુતર આપશે અને નબળી હશે તો એ પ્રમાણે પ્રત્યુત્તર આપશો.
ધુવાવ ગામમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ
ખાસ કરીને ધુવાવ ગામમાં મોટી સંખ્યામાં ખેડૂતો રહે છે. આ ખેડૂતો પોતાની વિવિધ મુશ્કેલીઓને લઈને પરેશાન છે. જામનગર પંથકમાં પડેલ ભારે વરસાદના કારણે ખેડૂતોને વાડીએ જવામાં રસ્તો ના હોવાના કારણે ભારે મુશ્કેલી પડી રહી છે. વરસાદમાં મોટાભાગના રસ્તાઓ ધોવાઈ ગયા છે. સરકારી યોજનાઓની વાત કરવામાં આવે તો ખેડૂતોને સહાય તેમજ ગ્રામજનોને મકાન તેમજ પ્લોટની ફાળવણીમાં પણ ક્યાંક ને ક્યાંક ભેદભાવ થયો હોવાનું લોકો કહી રહ્યા છે.
ધુવાવ ગામના ખેડૂતોના છે અનેક પ્રશ્નો
ગામમાં ખરેખર આર્થિક રીતે જેવો પછાત છે તે લોકોને હજુ સુધી પ્લોટ મળ્યા નથી. જ્યારે 50 50 વીઘા જમીન છે,તેમને ચાર પ્લોટ એકસાથે મળ્યા છે. તેમ ગ્રામજનો જણાવી રહ્યા છે.
આગામી ચૂંટણીમાં એક બેઠક ધુવાવને ફાળવવામાં આવે તેવી માંગ
આગામી ચૂંટણીમાં જિલ્લા પંચાયતની એક બેઠક ધુવાવ ગામે ફાળવવામાં આવે તો ગામનો હજુ પણ વિકાસ થઈ શકે છે.ત્યારે ધુવાવ ગામમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર થશે. જ્યારે આમ આદમી પાર્ટી પણ ધુવાવ ગામમાં હાલ સક્રિય બની છે.