ETV Bharat / state

Voter Awareness Campaign : જામનગર ભાજપ શહેર અને જિલ્લા દ્વારા મતદાતા ચેતના મહાભિયાનનું આયોજન - જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા

લોકતંત્રને મજબૂત કરવા નવા યુવા મતદારોને મતદાર યાદીમાં મતદાન માટેના અધિકારથી વંચિત ન રહે તે માટે જાગૃતિ અભિયાન શરુ કરવામાં આવ્યું છે. જે અંગે જામનગરમાં જિલ્લા ભાજપ કાર્યાલય અટલ ભવન ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંસદ પૂનમબેન માડમે આ અભિયાન અંગેની વિસ્તૃત માહિતી આપી હતી.

Voter Awareness Campaign
Voter Awareness Campaign
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 25, 2023, 3:31 PM IST

Updated : Aug 25, 2023, 3:56 PM IST

જામનગર ભાજપ શહેર અને જિલ્લા દ્વારા મતદાતા ચેતના મહાભિયાનનું આયોજન

જામનગર : તાજેતરમાં થયેલા વિવાદ બાદ ભાજપના ત્રણ મહિલા નેતાઓ ફરીથી એક મંચ પર સાથે જોવા મળ્યા હતા. થોડા સમય પહેલા જાહેર કાર્યક્રમમાં ત્રણ ભાજપ મહિલા નેતાઓ વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ હતી. શાબ્દિક ટપાટપીનો મામલો ગુજરાત સહિત સમગ્ર દેશમાં ગાજ્યો હતો. ત્રણ ભાજપ મહિલા નેતા વચ્ચેના શાબ્દિક યુદ્ધ બાદ ભારે ખટરાગ જોવા મળ્યો હતો.

પત્રકાર પરિષદ : આજે ફરીથી ત્રણેય ભાજપના મહિલા નેતા એક મંચ પર સાથે જોવા મળ્યા હતા. જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદમાં ભાજપના ત્રણ મહિલા નેતા સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય રિવાબા જાડેજા અને મેયર બીનાબેન કોઠારી એક મંચ પર સાથે જોવા મળ્યા છે. વિવાદ બાદ છેલ્લા ઘણા સમયથી સમાધાનની ચાલતી વાતને સમર્થન મળ્યું છે.

મતદાતા ચેતના અભિયાન : આ મતદાતા ચેતના અભિયાનના આયોજન પૂર્વે ભાજપના જિલ્લા કાર્યાલય ખાતે સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય રિવાબા જાડેજા, મેયર બીનાબેન કોઠારી, જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, જિલ્લા ભાજપ અધ્યક્ષ રમેશભાઈ મુંગરા, શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત ભાજપના જિલ્લા અને શહેરના મહામંત્રી પ્રકાશભાઈ બામણીયા, વિજયસિંહ જેઠવા, મેરામણભાઇ ભાટુ, દિલીપભાઈ ભોજાણી, અભિષેક પટવા, ડૉ. વિનોદ ભંડેરી સહિત અગ્રણીઓની ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદમાં આ અભિયાન માટે માહિતી આપવામાં આવી હતી. આ તબક્કે જામનગર જિલ્લા ભાજપ મીડિયા કન્વીનર નરેન્દ્રસિંહ પરમાર, શહેર મીડિયા કનવિંનર ભાર્ગવ ઠાકર ઉપસ્થિત રહ્યા હતા.

મતદાર યાદી : આગામી 25 અને 26 મતદાતા ચેતના અભિયાન અંતર્ગત ભાજપ દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવશે. જેમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠનના લોકો મતદાર યાદીમાં નોંધણી અને સુધારા માટે કાળજી પૂર્વક મતદાર જનજાગૃતિ અભિયાનની કામગીરી કરશે.

  1. Voter Awareness Campaign : કમલમ કાર્યાલય ખાતે મતદાન જાગૃતિ અભિયાન માટે પ્રદેશ કક્ષાની બેઠક યોજાઈ
  2. Ahmedabad News: જમાલપુરમાં હિન્દુ-મુસ્લિમ ભાઈચારાનો સંદેશો આપવા સુફી સંવાદ એકતા રેલી યોજાઈ

Last Updated : Aug 25, 2023, 3:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.