ETV Bharat / state

જામનગરમાં નેચર ક્લબ દ્વારા 'વોટ ફોર અર્થ સાયકલ રેસ' આયોજન - સાયકલ રેસ

જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે "વોટ ફોર અર્થ સાયકલ રેસ"નું નવાનગર નેચર ક્લબ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરની જુદી જુદી શાળાના 350 જેટલા વિદ્યાર્થીઓએ સાયકલ રેસમાં ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓ શાળાએ સાયકલ લઈને જાય અને પર્યાવરણ અંગે જાગૃત થાય તે હેતુથી સાયકલ રેસનું આયોજન કરવામાં આવ્યું હતું.

જામનગરમાં 'વોટ ફોર અર્થ સાયકલ રેસ' આયોજન

author img

By

Published : Feb 16, 2020, 1:07 PM IST

જામનગરઃ શહેર પર્યાવરણ ક્ષેત્રે આગવી ઓળખ ધરાવતી નવાનગર નેચર કલબ અને જામનગર વન વિભાગ તથા જામનગર મહાનગરપાલિકાના સયુંકત ઉપક્રમે, સ્વચ્છતા સર્વેક્ષણ 2020 તથા પર્યાવરણ જાગૃતિ અંતર્ગત 'વોટ ફોર અર્થ સાયકલ રેસ' શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે યોજાઇ હતી. નેવીના કમાન્ડિગ ઓફિસર એમ. નવીન દ્વારા સાયકલ રેસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
આ સાયકલ રેસ પ્રદર્શન ગ્રાઉન્ડથી શરૂ કરી સાત રસ્તા, ઓશવાળ સર્કલ, શરૂ સેક્સન રોડ, બ્રુક બોન-પંચવટી, ડી.કે.વી, હોસ્પિટલ, અંબર, ત્રણ બતી, બેડી ગેટ, ટાઉન હોલ, લાલ બંગલા થઈને પ્રદર્શન ગ્રાઉન્ડ પૂર્ણ ખાતે થઈ હતી. આ સાયકલ રેસમાં જુદી જુદી શાળાના 350 જેટલા બાળકોએ ભાગ લીધો હતો. આ સાયકલ રેસમાં છોકરાઓ અને છોકરીઓના અલગ-અલગ ગ્રુપ બનાવવામાં આવ્યા હતા. જેમાં શહેરની સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલની વિદ્યાર્થી પ્રથમ ક્રમે વિજેતા જાહેર થયો હતો. તમામ વિજેતાઓને ઈનામમાં સાયકલ અને પ્રમાણપત્ર આપવામા આવ્યુ હતું.

જામનગરમાં 'વોટ ફોર અર્થ સાયકલ રેસ' આયોજન

આ સાયકલ રેસનો મુખ્ય હેતુ લોકો ટ્રાફિક નિયમોનું પાલન કરે, સ્કૂલના બાળકો સાયકલ તરફ વળે એ દ્વારા પર્યાવરણ જાળવણીમાં પોતાનું પ્રત્યક્ષ/પરોક્ષ યોગદાન આપે તેવો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.