જામનગર: પ્રાપ્ત માહિતી અનુસાર ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે જામનગરની નજીક લાખબાવળ વિસ્તારમાં આવેલી નદીનાળા બેકાઠે થયા હતા. ત્યારે જીઆઈડીસી વિસ્તારમાંથી મજૂરી કામ કરી પોતાના ઘરે જતા બે ભાઈઓ જેમાં અબ્બાસ વલીમામદ અને ઓસમાણ વલીમામદ પુલ પરથી પાણીના પ્રવાહમાંથી પસાર થતા હતા. તે દરમિયાન સેવાળના કારણે પગ લપસતાં બંને ભાઈઓ પુલ પરથી ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા. તે સમયે લાખાબાવળ તરફથી આવી રહેલા હાજી હુસેનભાઈ નામના ત્રીસ વર્ષીય યુવાને આ બંને ભાઈને તણાતાં જોઈ તેઓને બચાવવા પાણીના પ્રવાહમાં બાથભીડી હતી.


ચાર કલાકની જહેમત બાદ પણ લાપતા બન્ને વ્યક્તિઓનો કોઈ સંપર્ક થયો ન હતો. તો રાત્રીનો સમય હોવાથી આ બચાવ કાર્યવાહીને પૂર્ણ કરી ફરી સવારે જામનગર ફાયરની ટીમ દ્વારા શોધખોળમાં શરૂ કરવામાં આવી હતી.
