જામનગરઃ શહેર અને જિલ્લાના અંદાજીત પાંચ હજાર જેટલા બેંકના કર્મચારીઓ આજથી હડતાળ પર છે. સજુબા સ્કૂલ પાસે મોટી સંખ્યામાં બેંકના કર્મચારીઓ એકઠા થયા છે. તેમજ તેઓ સૂત્રોચ્ચાર કરીને તંત્ર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
કર્મચારીઓની મુખ્યત્વે માગણી છે કે, તેમનો પગાર વધારવામાં આવે તેમજ રાજ્ય સરકાર બેંક કર્મચારીઓની વિવિધ પડતર માંગણીઓ સાંભળે અને તે અંગેના વહેલી તકે પગલાં લે. જો તેમની માંગણી તાત્કાલિક સંતોષવામાં નહીં આવ તો તેમણે આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી રહ્યાં છે.